નિવેદન/ ભાજપ અને શિવસેના સાથે આવશે, જાણો શુ કહ્યું ઉદ્ધવ ઠાકરે

મહરાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી કડવાશથી કોઇ અજાણ નથી, ત્યારે ઉદ્ધવ છાકરેના આ નિવેદને અનેક ચર્ચાઓ ઉભી કરી છે

Top Stories
હહહહ ભાજપ અને શિવસેના સાથે આવશે, જાણો શુ કહ્યું ઉદ્ધવ ઠાકરે

આજના એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ‘ભાવિ સાથી’ નિવેદન અંગે અટકળો શરૂ થઇ ગઇ છે.  કહેવાની જરૂર નથી કે  વર્તમાન સમયમાં મહરાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી કડવાશથી કોઇ અજાણ નથી. ત્યારે ઉદ્ધવ છાકરેના આ નિવેદને અનેક ચર્ચાઓ ઉભી કરી છે.  આજે  ઔરંગાબાદમાં એક સરકારી કાર્યક્રમને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સ્ટેજ પર બેઠેલા ‘મારા ભૂતપૂર્વ, જો વર્તમાનમાં ભેગા થઈએ તો તે ભાવિ સાથીઓ’. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તપાસ શરૂ કરી છે અને ઉદ્ધવ ઠાકરેના નજીકના મિત્ર અને સરકારમાં મંત્રી અનિલ પરબ સામે દરોડા પાડ્યા છે. આ ઘટનાઓ અને ઉદ્ધવ ઠાકરેના નિવેદનને જોતા તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

જોકે, શિવસેનાના નેતાઓએ ભાજપમાં જોડાવાની અફવાઓને ખોટી ગણાવી છે. એટલું જ નહીં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આવી અટકળોને ફગાવી દીધી છે. અને જણાવ્યું હતું કે, અત્યારે શિવસેના અને ભાજપ એક સાથે આવે તેવી કોઈ શક્યતા નથી, . ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘મારો વર્તમાન, ભૂતપૂર્વ અને જો આપણે સાથે આવીએ તો ભવિષ્યના સાથીઓ …’. આ પછી તેમણે રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે ક્યાં બેઠા છે તે પણ પાછળ  વળી જોયું.  આમ બીજી વખત બન્યુ છે કે જ્યારે ભાજપ અને શિવસેના સાથે આવવાની અટકળો ચાલી રહી છે.

અગાઉ જૂનમાં ઉદ્ધવ ઠાકરેએ પીએમ નરેન્દ્ર મોદી સાથે 45 મિનિટની બેઠક કરી હતી. આ બેઠક બાદ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે અમારી પીએમ નરેન્દ્ર મોદી સાથે કોઈ દુશ્મની નથી. ઉદ્ધવની બેઠક અને પછી રાઉતના નિવેદન બાદ પણ બંને પક્ષો સાથે આવવાની અટકળો ચાલી રહી હતી. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદને અટકળો પણ તેજ કરી દીધી હતી કારણ કે કાર્યક્રમ બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરતા તેને નકારી ન હતી. જ્યારે મીડિયા દ્વારા પુછવામાં આવ્યું ત્યારે ઠાકરેએ કહ્યું કે સમય કહેશે કે ભવિષ્યના સાથીનો અર્થ શું છે.

જોકે, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘હું પ્રામાણિકપણે વિચારું છું કે રાજકારણમાં વધારે કડવાશ ન હોવી જોઈએ. અત્યારે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પરંતુ આપણે બધા આ પૃથ્વીના છીએ. આવી સ્થિતિમાં આપણે વિચારવું જોઈએ કે અહંકારને ધ્યાનમાં રાખ્યા વગર આપણે રાજ્યના સારા માટે કેવી રીતે યોગદાન આપી શકીએ. ‘ ઠાકરેએ કહ્યું કે મેં મુંબઈને નાગપુર સાથે જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે દાનવેને ફોન કર્યો હતો.