Botad Disupte/ આક્રોશનો પડઘોઃ બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી પણ હનુમાનજીની મૂર્તિ હટાવાઈ

સાળંગપુર મંદિર સંકુલમાં આવેલી હનુમાનજીની 54 ફૂટની મૂર્તિની નીચે બનેલી કણપીઠમાં કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદાસ્પદ ભીંતચિત્ર મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. તેના પછી હવે આ જ વિવાદના સંદર્ભમાં કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ પણ દૂર કરવામાં આવી છે.

Top Stories Gujarat
Botad Hanumanji 1 આક્રોશનો પડઘોઃ બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી પણ હનુમાનજીની મૂર્તિ હટાવાઈ

બોટાદઃ સાળંગપુર મંદિર સંકુલમાં Botad Dispute આવેલી હનુમાનજીની 54 ફૂટની મૂર્તિની નીચે બનેલી કણપીઠમાં કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદાસ્પદ ભીંતચિત્ર મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. તેના પછી હવે આ જ વિવાદના સંદર્ભમાં કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ પણ દૂર કરવામાં આવી છે.

હવે જે લોકોને ખબર ન હોય તેમને આશ્ચર્ય થાય કે સાળંગપુરના વિવાદનો તો સમજ્યા પણ કુંડળ સ્વામિનારાયણમાં એવું તે શું હતું કે હનુમાનજીની મૂર્તિને દૂર કરવામાં આવી. હવે આ મંદિરના સંકુલમાં ફક્ત નીલકંઠવર્ણીની મૂર્તિ જ જોવા મળી રહી છે.

Botad Hanumanji આક્રોશનો પડઘોઃ બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી પણ હનુમાનજીની મૂર્તિ હટાવાઈ

વાસ્તવમાં અહીંની મૂર્તિમાં હનુમાનજીને Botad Dispute સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતા દર્શાવવામાં આવ્યા હતા. આ મૂર્તિને લઈને સનાતની સાધુ-સંતો, હિંદુ સંગઠનો અને હનુમાન ભક્તોમાં ભારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો હતો. સાધુઓએ તો આ મુદ્દે મોટા આંદોલનની ચીમકી પણ આપી હતી.
તેથી આ વિવાદ આગળ વધે તે પહેલા કુંડળ સ્વામિનારાયણ મંદિરના તંત્રએ પાણી પહેલા જ પાળ બાંધતા હોય તેમ બગીચામાંથી હનુમાનજીની મૂર્તિ દૂર કરી દીધી છે. આ સિવાય આ જોતાં લાગે છે કે આગામી તબક્કામાં સ્વામિનારાયણ સંપ્રદાયે પુસ્તકોમાં પણ જે રીતે વર્ણન કરીને અન્ય ભગવાનોને સેવક તરીકે દર્શાવ્યા છે તે દૂર કરવાની પણ આગામી સમયમાં પરજ પડી શકે છે.

આમ સાધુઓના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો Botad Dispute તથા વિરોધનો પડઘો પાડતા હોય તેમ સ્વામિનારાયણ સંપ્રદાયે વિવાદાસ્પદ બાબતોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેથી આગામી સમયમાં સ્વામિનારાયણ મંદિરમાંથી બીજા દેવોની મૂર્તિ અદ્રશ્ય થઈ જાય તો કોઈને આશ્ચર્ય નહી થાય. આ ઉપરાંત સાધુસંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેઓએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર બેસશે નહી. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના કાર્યક્રમમાં ન જવાના શપથ લીધા હતા.

 

આ પણ વાંચોઃ અમદાવાદ/મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાનું યુવતીને પડ્યું ભારે, વારંવાર બની હવસનો શિકાર

આ પણ વાંચોઃ વિવાદનો ક્યારે આવશે અંત?/સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ

આ પણ વાંચોઃ Noise Pollution/મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો તો મર્યા સમજજો

આ પણ વાંચોઃ Big fan Of Modi/સુરતના આર્કિટેક્ટ નીકળ્યા PM મોદીના મોટા ફેન, જન્મદિવસ નિમિત્તે 7,200 હીરાથી જડેલી તસવીર બનાવી

આ પણ વાંચોઃ vadodra/શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મોટનાથ મહાદેવને શાકભાજીનો શ્રૃંગાર ધરવામાં આવ્યો, ભક્તો મંત્રમુગ્ધ થયા