Not Set/ રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર એસિડ હુમલો કર્યો

રાજકોટ, સુરત બાદ હવે રાજકોટ પણ દિવસેને દિવસે ક્રાઈમ તરફ આગળ બધી રહ્યું છે.  રાજકોટમાં હત્યા અને રેપ કેસ હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગે છે. પારિવારીક અને નાની નાની બાબતોમાં મારામારી તો રોજ જોવા મળે છે. ત્યારે વધુ એક ક્રાઈમની ઘટના સામે અવી છે. જેમાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક […]

Top Stories Rajkot Gujarat Videos
jhcASC 3 રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર એસિડ હુમલો કર્યો

રાજકોટ,

સુરત બાદ હવે રાજકોટ પણ દિવસેને દિવસે ક્રાઈમ તરફ આગળ બધી રહ્યું છે.  રાજકોટમાં હત્યા અને રેપ કેસ હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગે છે. પારિવારીક અને નાની નાની બાબતોમાં મારામારી તો રોજ જોવા મળે છે. ત્યારે વધુ એક ક્રાઈમની ઘટના સામે અવી છે. જેમાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક કર્યો છે.

આપને જણાવીએ કે રાજકોટનાં લોધાવડ ચોક પાસે પૂર્વ પતિ પ્રિતેશ પોપટે પત્ની માયાબહેન ગઇકાલે સવારે નોકરી પર જઇ માટે નીકળ્યા હતાં ત્યારે જ બાઇક પર સવાર પતિએ તેમના પર એસીડ હુમલો કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. આ અંગે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરાર થયેલ પૂર્વ પતિને પકડવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન