NEPAL/ ભારતના આ એક નિર્ણયથી પડોશી દેશ નેપાળમાં ખુશીનો કોઈ પાર નથી રહ્યો…! PM પ્રચંડે કર્યા વખાણ

ભારતે નિર્ણય લીધો છે કે તે આગામી 10 વર્ષમાં નેપાળ પાસેથી 10,000 મેગાવોટ વીજળી ખરીદશે. આ નિર્ણયથી નેપાળને ઘણો ફાયદો થશે.

Top Stories World
Nepal ભારતના આ એક નિર્ણયથી પડોશી દેશ નેપાળમાં ખુશીનો કોઈ પાર નથી રહ્યો...! PM પ્રચંડે કર્યા વખાણ

ભારત અને નેપાળ વચ્ચે પરંપરાગત સંબંધો છે. ચીન નેપાળ પર ગમે તેટલી નજર રાખે, પરંતુ નેપાળ ભારત વિના તેના અસ્તિત્વની કલ્પના કરી શકતું નથી. ભારતે તેના પ્રાચીન પાડોશી દેશ નેપાળ સાથે હંમેશા મિત્રતા જાળવી રાખી છે. હાલમાં જ કેન્દ્રની મોદી સરકારે નેપાળના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ભારતે નિર્ણય લીધો છે કે તે આગામી 10 વર્ષમાં નેપાળ પાસેથી 10,000 મેગાવોટ વીજળી ખરીદશે. આ નિર્ણયથી નેપાળને ઘણો ફાયદો થશે.

ભારતે ઔપચારિક રીતે નિર્ણય લીધો છે કે તે આગામી 10 વર્ષમાં નેપાળ પાસેથી 10 હજાર મેગાવોટ વીજળી ખરીદવા જઈ રહ્યું છે. ભારતે નેપાળ સાથે દ્વિપક્ષીય કરાર હેઠળ વીજળી ખરીદવા માટે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના કાર્યાલયે ભારતના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને ભારતની ભરપૂર પ્રશંસા પણ કરી છે. નેપાળની પીએમ કાર્યાલયે કહ્યું કે, તેને માહિતી મળી છે કે ભારતીય કેબિનેટે પાવર ખરીદી કરારને મંજૂરી આપી દીધી છે.

ભારતના આ નિર્ણયથી નેપાળના વિકાસની ગતિ વધશે

નેપાળના પીએમઓએ કહ્યું કે, ભારતના આ નિર્ણય નેપાળના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. નેપાળના ઉર્જા મંત્રી શક્તિ બાસનેટે કહ્યું કે, પ્રધાનમંત્રી પ્રચંડની ભારત મુલાકાત દરમિયાન લાંબા ગાળાના પાવર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ ભારત આગામી 10 વર્ષમાં નેપાળ પાસેથી 10 હજાર મેગાવોટ વીજળી ખરીદવા માટે સંમત થયું છે. સાથે પીએમ પ્રચંડે એક કાર્યક્રમમાં કહ્યું કે નેપાળ હાઇડ્રોપાવર સેક્ટરમાં મોટું પરિવર્તન લાવી રહ્યું છે.

નેપાળ હાલમાં ભારતને 450 મેગાવોટ વીજળીની નિકાસ કરી રહ્યું છે

પીએમ પ્રચંડે કહ્યું કે, નેપાળ સરકાર એવું વાતાવરણ બનાવી રહી છે કે દેશમાં હાઈડ્રોપાવર સેક્ટરમાં વિદેશી રોકાણ આકર્ષી શકાય. તેમણે કહ્યું કે નેપાળ આગામી દાયકામાં હાઈડ્રોપાવરના ક્ષેત્રમાં પરિવર્તન માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે નેપાળ હાલમાં ભારતને 450 મેગાવોટ વીજળીની નિકાસ કરી રહ્યું છે. અમે આગામી 10 વર્ષમાં તેને 10 હજાર મેગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. આ માટે ભારત અને નેપાળ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે. નેપાળ પાસેથી વીજળી ખરીદવાનો ભારતનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નેપાળના પીએમ પ્રચંડ ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં નેપાળ ભારતનું વધુ આભારી બન્યું છે.

આ પણ વાંચો: I.N.D.I.A. V/S Bharat/ દેશનું અંગ્રેજી નામ ખતમ કરવા જઈ રહી છે મોદી સરકાર, શું કરશે ‘INDIA’?

આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન ધર્મ શું છે? હવે આ નેતાએ “ઉધયનિધિ સ્ટાલિન”ના નિવેદનને સમર્થન આપ્યું

આ પણ વાંચો: UPI-Preapprovedloan/ હવેથી પ્રી-એપ્રુવ્ડ લોન દ્વારા પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકાશે