Not Set/ ચિદમ્બરમને ED કેસમાં સુપ્રીમ કોર્ટથી વધુ એક દિવસની રાહત, આવતીકાલે ફરીથી થશે સુનાવણી

આઈએનએક્સ મીડિયા કેસથી સંબંધિત ઇડી કેસમાં આરોપી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટથી વધુ એક દિવસની રાહત મળી છે. તેમને વચગાળાની રાહત આપતા કોર્ટે બુધવારે સુનાવણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ચિદમ્બરમે તેમની આગોતરા જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટ અસ્વીકાર કરાતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે આઈએનએક્સ મીડિયા મની […]

Top Stories India
1 chidambaram ચિદમ્બરમને ED કેસમાં સુપ્રીમ કોર્ટથી વધુ એક દિવસની રાહત, આવતીકાલે ફરીથી થશે સુનાવણી

આઈએનએક્સ મીડિયા કેસથી સંબંધિત ઇડી કેસમાં આરોપી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટથી વધુ એક દિવસની રાહત મળી છે. તેમને વચગાળાની રાહત આપતા કોર્ટે બુધવારે સુનાવણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ચિદમ્બરમે તેમની આગોતરા જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટ અસ્વીકાર કરાતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તેમની સાથે કરવામાં આવેલી પૂછપરછની લેખિત વિગતો જણાવવામાં આવે.

ચિદમ્બરમ વતી, વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે ન્યાયાધીશ આર ભાનુમાથી અને ન્યાયાધીશ એ.એસ. બોપન્નાની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે, તેમણે આ સંદર્ભે અરજી કરી હતી, જેમાં તેમના ક્લાયંટ દ્વારા ગત વર્ષે 19 ડિસેમ્બર, 1 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી, 2019ના રોજ ઇડી દ્વારા કરવામાં આવેલી  પૂછપરછની લેખિત વિગતો રજૂ કરવા વિનંતી કરવામાં આવી છે.

સિબ્બલે કહ્યું કે, આ લેખિત નિવેદનોથી સાબિત થશે કે, ઇડી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા મુજબ ચિદમ્બરમ પૂછપરછ દરમિયાન જવાબ આપવાનું ટાળ્યું હતું કે નહીં તે જાહેર કરશે. તેમણે ખંડપીઠને કહ્યું કે ચિદમ્બરમને કસ્ટડીમાં લેવા ઇડી પોતાના અને તેની પીઠ પાછળ કોઈ દસ્તાવેજો ફાઇલ કરી શકશે નહીં.

સિબ્બલે કહ્યું, “તેઓ અચાનક દસ્તાવેજો રજૂ કરી રહ્યા છે અને કહે છે કે આ કેસ ડાયરીનો ભાગ છે.” ચિદમ્બરમ વતી, અન્ય વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, “આરોપીને કસ્ટડીમાં લેવા માટે તેઓ પાછળથી દસ્તાવેજો રજૂ કરી શકે નહિ.”

આ સાથે, તેમણે બંધારણીય અને કાનૂની જોગવાઈઓને ટાંકતા કહ્યું કે બંધારણના આર્ટિકલ 21 માં પૂરા પાડવામાં આવેલ વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને સ્થગિત કરી શકાશે નહીં. સિંઘવીએ કહ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં 2009 માં સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે આ કેસમાં આરોપો 2007-08ના છે.

બેંચે સોમવારે ચિદમ્બરમની ધરપકડથી વચગાળાના રક્ષણની મુદત મંગળવાર સુધી વધારી દીધી હતી. યુપીએ સરકારના પ્રથમ અને બીજા કાર્યકાળ દરમિયાન ચિદમ્બરમે 2004 થી 2014 દરમિયાન નાણાં પ્રધાન અને ગૃહ પ્રધાન પદ સંભાળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.