Not Set/ કચ્છ : આતંકી હુમલાની આશંકાને પગલે જીલ્લામાં હાઇ એલર્ટ

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવતા પાકિસ્તાન હરકતમાં આવી ગયું છે. અને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ગુપ્તચર વિભાગની માહિતીના આધારે  ઉગ્રવાદીઓ કચ્છના અખાતમાં કે સિરક્રીકમાં ઘૂસણખોરી કરે એવી આશંકા ઇન્ટેલિજન્સ વિભાગે વ્યક્ત કરી છે. આતંકવાદી હુમલાની દહેશતના પગલે કચ્છમાં સુરક્ષા વધારાઈ છે. સરક્રીક, કોરીક્રીક, પીર સનાઈ, હરામીનાળા વિસ્તારમાં મરીન […]

Top Stories Gujarat Others
bhuj air port 1 કચ્છ : આતંકી હુમલાની આશંકાને પગલે જીલ્લામાં હાઇ એલર્ટ

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવતા પાકિસ્તાન હરકતમાં આવી ગયું છે. અને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ગુપ્તચર વિભાગની માહિતીના આધારે  ઉગ્રવાદીઓ કચ્છના અખાતમાં કે સિરક્રીકમાં ઘૂસણખોરી કરે એવી આશંકા ઇન્ટેલિજન્સ વિભાગે વ્યક્ત કરી છે.

આતંકવાદી હુમલાની દહેશતના પગલે કચ્છમાં સુરક્ષા વધારાઈ છે. સરક્રીક, કોરીક્રીક, પીર સનાઈ, હરામીનાળા વિસ્તારમાં મરીન કમાન્ડો ગોઠવાયા છે. ઉપરાંત મુંદરા અને કંડલા પોર્ટ પર સતત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

bhuj air port કચ્છ : આતંકી હુમલાની આશંકાને પગલે જીલ્લામાં હાઇ એલર્ટ

એટલું જ નહીં 1971ના ભુજના હવાઈ મથકે જે બોમ્બમારો કરાયો હતો, તે સ્થળે પણ સીઆરપીએફના જવાનો તૈનાત કરાયા છે. નોંધનીય છે કે, રાજ્યમાં આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે. જેને પગલે રાજ્યની દરિયાઈ સીમા પર સુરક્ષા વધારી દેવાઈ છે. સાથે જ અન્ય અનેક સ્થળો પર સુરક્ષા સઘન કરી દેવાઈ છે.

કંડલા બંદરે તમામ વહાણો અને સંબંધિત એજન્સીઓ તેમજ લોકોને સાવચેતી રાખવા અને કોઈ શંકાસ્પદ હલચલ દેખાય તો ધ્યાને લેવા અને જાણ કરવા કહેવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.