Not Set/ પાટણ/ મતવિસ્તાર બહારના પદાધિકરીઓ તથા કાર્યકરોને મતવિસ્તાર છોડી દેવા કલેક્ટર દ્વારા હુકમ

આવતી કાલે 21 ઓકટોબરના રોજ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જે અનુસંધાને  રાધનપુરમાં  મતદાન પુર્ણ થયાના ૪૮ કલાક પહેલા મતવિસ્તાર સિવાયના પદાધિકરીઓ તથા કાર્યકરોને મતવિસ્તાર છોડી દેવા કલેક્ટર દ્રારા હુકમ કરાયો. પોલીસ તંત્ર તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા સાર્વજનીક સભાખંડો બનાવામાં આવ્યા છે. અને અતિથિ ગૃહો સહિતના સ્થળોની તપાસણી હાથ ધરી છે. મતદાર […]

Top Stories Gujarat Others
arv 2 પાટણ/ મતવિસ્તાર બહારના પદાધિકરીઓ તથા કાર્યકરોને મતવિસ્તાર છોડી દેવા કલેક્ટર દ્વારા હુકમ

આવતી કાલે 21 ઓકટોબરના રોજ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જે અનુસંધાને  રાધનપુરમાં  મતદાન પુર્ણ થયાના ૪૮ કલાક પહેલા મતવિસ્તાર સિવાયના પદાધિકરીઓ તથા કાર્યકરોને મતવિસ્તાર છોડી દેવા કલેક્ટર દ્રારા હુકમ કરાયો.

પોલીસ તંત્ર તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા સાર્વજનીક સભાખંડો બનાવામાં આવ્યા છે. અને અતિથિ ગૃહો સહિતના સ્થળોની તપાસણી હાથ ધરી છે. મતદાર વિસ્તારની હદમાં તપાસ નાકા ઉભા કરી દેખરેખ રખાશે. ચુંટણીને અનુરૂપ,  ભયમુક્ત, ન્યાયી વાતાવરણ બનાવામાં આવ્યુ. જેને લઈને લોકોમાં કોઈ પણ પ્રકારના ભય વગર મતદાન કરી શકશે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૨૬ હેઠળની જોગવાઈની અમલવારી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હુકમના ભંગ કરવા બદલ  ફોજદારી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર રહેશે. તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.