Not Set/ અમદાવાદ/ રિવરફ્રન્ટ ગાર્ડન વિસ્તાર ફેરવાયો, સ્યૂસાઇડ પોઇન્ટમાં

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ પાસે આવેલ રિવર ફ્રન્ટ ગાર્ડન સ્યૂસાઇડ પોઈન્ટ માં ફેરવતો જય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે સુભાસબ્રિજ રિવર ફ્રન્ટ પાસે એક યુવતીએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતીને નદીમાં ઝંપલાવતા જોઈને ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે પણ તેણીને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે બંને નદીમાં ડૂબવા લાગ્યા […]

Top Stories Ahmedabad Gujarat
amd અમદાવાદ/ રિવરફ્રન્ટ ગાર્ડન વિસ્તાર ફેરવાયો, સ્યૂસાઇડ પોઇન્ટમાં

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ પાસે આવેલ રિવર ફ્રન્ટ ગાર્ડન સ્યૂસાઇડ પોઈન્ટ માં ફેરવતો જય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે સુભાસબ્રિજ રિવર ફ્રન્ટ પાસે એક યુવતીએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતીને નદીમાં ઝંપલાવતા જોઈને ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે પણ તેણીને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે બંને નદીમાં ડૂબવા લાગ્યા હતા.

આસપાસ ના લોકો દ્વારા ફાયર રેસક્યું ટીમને જાણ કરવામાં આવી હતી. પરંતુ રેસક્યું ટીમ આવે ત્યાં સુધીમાં બંને જાનનું નદીમાં ડૂબવાને કારણે મોત થયું હતું.

હજુ તો રેસક્યું ટીમ બંનેની લાશ બહાર કાઢે તે પહેલા જ 100 મીટર દૂર આની એક યુવતીએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું. તેને બચાવવા માટે અન્ય એક યુવક પણ તેની પાછળ નદીમાં કૂદી પડ્યો હતો.  પરંતુ ફાયરની ટીમ ઘટના સ્થળે હાજર હોવાથી બંને ને બચાવી લેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.