Not Set/ PNB મહાગોટાળા બાદ નિરવ મોદીનું વધુ એક 1300 કરોડના કૌભાંડનો પર્દાફાશ

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા 11400 કરોડ રૂપિયાના કૌભાંડ પછી હવે એક નવું કૌભાંડ સામે આવ્યું છે. ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંકનું વધુ એક 1300 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગોટાળાની રકમ 11400 કરોડ નહી પરંતુ એના કરતા પણ વધારે છે. આં વાતની જાણકારી […]

Top Stories
652217 nirav modi facebook PNB મહાગોટાળા બાદ નિરવ મોદીનું વધુ એક 1300 કરોડના કૌભાંડનો પર્દાફાશ

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા 11400 કરોડ રૂપિયાના કૌભાંડ પછી હવે એક નવું કૌભાંડ સામે આવ્યું છે. ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંકનું વધુ એક 1300 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગોટાળાની રકમ 11400 કરોડ નહી પરંતુ એના કરતા પણ વધારે છે. આં વાતની જાણકારી પંજાબ નેશનલ બેંકે ખુદ આપી છે. જેમાં 1300 કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્જેક્શનની જાણકારી મળી હતી. એટલે કે પહેલા 11400 અને હવે 1300 કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો હવે બંન્નેની કુલ રકમ 12700 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કૌભાંડની રકમ ભરપાઈ કરવા સરકાર પાસે માંગણી કરવામાં આવી હોવાનું પણ પંજાબ નેશનલ બેંકે ઇનકાર કર્યો છે.

આ બધા મામલમાં પંજાબ નેશનલ બેંકે લેટર લખીને કહ્યું હતું કે આ જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદાકીય રીતે કરવામાં આવી છે. અને કોઈ ઠોસ પુરાવા બતાવામાં આવશે તો પૈસા પાછા મળી જશે.

મહત્વનું એ છે કે જ્યારથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારથી સીબીઆઈ, ઈડી તેણી પાછળ લાગી ગઈ છે. ઇડીએ અત્યાર સુંધીમાં 5000 કરોડથી પણ વધારે સંપતી મેળવી લીધી છે.

pnb 022718110558 1 PNB મહાગોટાળા બાદ નિરવ મોદીનું વધુ એક 1300 કરોડના કૌભાંડનો પર્દાફાશ

આ સિવાય નિરવ મોદી વિદેશમાં ભાગી ગયો છે પણ પંજાબ નેશનલ બેંકના મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ કોઈ અતોપતો હાથ જડ્યો નથી.

બીજી બાજુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) આ આરોપીઓને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી છે. દુનિયા ભરના તમામ એરપોર્ટ પર નોટીસ આપવામાં આવી છે જેથી જયારે પણ નીરવ મોદી કોઈ પણ જગ્યાએ જવાની કોશિશ કરે ત્યારે ભારતની તપાસ એજન્સીઓને માહિતી મળી શકે.