Not Set/ શ્રીદેવીના નિધન અંગે સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું ચોકાવનારું નિવેદન, જુઓ

દિલ્લી, બોલીવુડની ચાંદની કહેવાતા શ્રીદેવીનું દુબઈની હોટેલમાં થયેલા આકસ્મિક નિધન બાદ અનેક શંકા કુશંકા સામે આવી રહી છે. સૌ પ્રથમ શ્રીદેવીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું પરંતુ સોમવારે સામે આવેલા ફોરેન્સિક રિપોર્ટ બાદ આ કેસમાં એક નવો મોડ સામે આવ્યો હતો. આ વચ્ચે શ્રીદેવીના નિધન અંગે જોવા મળી રહેલી આ શંકાઓને […]

Top Stories
sridevi swamy 20180212443 શ્રીદેવીના નિધન અંગે સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું ચોકાવનારું નિવેદન, જુઓ

દિલ્લી,

બોલીવુડની ચાંદની કહેવાતા શ્રીદેવીનું દુબઈની હોટેલમાં થયેલા આકસ્મિક નિધન બાદ અનેક શંકા કુશંકા સામે આવી રહી છે. સૌ પ્રથમ શ્રીદેવીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું પરંતુ સોમવારે સામે આવેલા ફોરેન્સિક રિપોર્ટ બાદ આ કેસમાં એક નવો મોડ સામે આવ્યો હતો. આ વચ્ચે શ્રીદેવીના નિધન અંગે જોવા મળી રહેલી આ શંકાઓને લઇ ભાજપના સિનિયર નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું એક ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે.

બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શ્રીદેવીના નિધન અંગે આરોપ લગાવતા કહ્યું, “શ્રીદેવીની હત્યા થઇ છે. હોટેલના  રૂમના બાથટબમાં ડૂબીને મરવું એ સંભવિત બાબત નથી”.

બીજેપી સાંસદે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “દુબઈના સ્થાનિક પ્રોસિક્યુશન દ્વારા શું રિપોર્ટ આપવામાં આવે છે તેની રાહ જોવી જોઈએ. શ્રીદેવીના નિધન અંગે મીડિયામાં અલગ-અલગ તથ્યો સામે આવી રહ્યા છે. શ્રીદેવી શરાબનું સેવન ન કરતા હતા, ત્યારે તેમની રૂમમાં દારૂ કેવી રીતે આવ્યો. CCTV કેમેરાનું શું થયું ? ડોક્ટરોએ મીડિયામાં આવતા પહેલા કહ્યું હતું કે, તેઓનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. તેથી આ મામલાની તપાસ થવી જોઈએ”.

સુબ્રમણ્યમ સ્વામીએ અંદરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ઉલ્લેખ કરતા કહ્યું, “બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ સાથે દાઉદના જે સંબંધો છે એના પર પણ આપને ધ્યાન આપવું જરૂરી છે”.

મહત્વનું છે કે, શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું હતું. પરંતુ સોમવારે સામે આવેલા ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેઓનું મૃત્યુ બાથટબમાં ડૂબી જવાથી થયું છે. બીજી બાજુ આ અભિનેત્રીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ચુક્યું છે પરંતુ દુબઈની કાનૂની ઔપચારિકતાઓ તેમજ ફોરેન્સિક રિપોર્ટના કારણે તેઓના પરિવારજનોને પાર્થિવ દેહ આપવામાં આવ્યો નથી અને ભારત લાવવામાં વધુ સમય લાગી રહ્યો છે.