Not Set/ ઓપરેશન ઓલઆઉટ : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ છેલ્લા ૭૨ કલાકમાં ૧૨ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે વધુ એક સફળતા મળી છે. J & Kના શોપિયા જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૬ આતંકીઓને ઠાર કરાયા છે. #JammuAndKashmir: Shopian encounter concludes. Total six terrorists neutralised, one security personnel also died in action. Weapons and warlike stores recovered. […]

Top Stories India Trending
RAJOURI 1 2 ઓપરેશન ઓલઆઉટ : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ છેલ્લા ૭૨ કલાકમાં ૧૨ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે વધુ એક સફળતા મળી છે. J & Kના શોપિયા જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૬ આતંકીઓને ઠાર કરાયા છે.

આ સાથે જ સુરક્ષાબળોના જવાનોએ છેલ્લા ૭૨ કલાકમાં કુલ ૧૨ આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે.

આ ઘટના શોપિયા જિલ્લાના કપરાન બાટગુન્ટ વિસ્તારની બતાવવામાં આવી રહી છે. હજી આ વિસ્તારમાં બીજા અન્ય આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી રહી છે અને સેના દ્વારા એનકાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા આ એનકાઉન્ટરમાં ૧ જવાન શહીદ થયા છે, જયારે અન્ય બે ઘાયલ થયા છે.

બીજી બાજુ સુરક્ષાના કારણોસર સમગ્ર દક્ષિણમાં કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે, આ જોતા જવાનો દ્વારા સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે.

શોપિયામાં માર્યા ગયેલા આતંકીઓમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો જિલ્લા કમાન્ડર મુસ્તાક મીર પણ શામેલ છે. આ ઉપરાંત હિજબુલનો કમાન્ડર અબ્બાસ, હિજબુલનો ડેપ્યુટી જિલ્લા કમાન્ડર વસીમ વાગે ઉર્ફ સૈફુલ્લાહ ઉમર માજિદ અને એક પાકિસ્તાની આતંકવાદી શામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા દક્ષિણ કાશ્મીરમાં આવેલા અનંતનાગ જીલ્લામાં પણ સેનાના જવાનોએ ૬ આતંકીઓને ઠાર કર્યા હતા.