Not Set/ ગુજરાતમાં ફરીથી અલગ અલગ જગ્યાએથી બે નવજાત બાળકો ત્યજી દેવાની ઘટના આવી સામે

રાજ્યમાં ફરી એકવાર બે અલગ અલગ જગ્યાએ નવજાત બાળકો મળવાની ઘટના સામે આવી છે. મોરબીના મેઘપર ગામ નજીકથી મળી નવજાત બાળકીને ત્યજી દેવામાં આવી છે.

Top Stories Gujarat Others
નવજાત

કહેવાય છે ‘ છોરું તો કછોરુ થાય, પણ માવતર કમાવતર ના થાય’ આ કહેવત હવે ઘોર કળિયુગીમાં ખોટી પડી રહી છે. આજકાલ રાજ્યમાં નાના બાળકો તરછોડવાની અનેક ઘટનાઓ સામે આવે છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં જનેતા પોતાના અનૈતિક સંબંધોના કારણે જન્મેલા બાળકને તરછોડતી હોય છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર બે અલગ અલગ જગ્યાએ નવજાત બાળકો મળવાની ઘટના સામે આવી છે. મોરબીના મેઘપર ગામ નજીકથી મળી નવજાત બાળકીને ત્યજી દેવામાં આવી છે તો સાબરકાંઠાના વક્તાપુર રોડ પર આવેલ કોલેજ પાછળથી એક બાળક મળી આવ્યું છે.

આ પણ વાંચો :સુરતમાં કોફી શોપમાં કોલેજિયન વિદ્યાર્થિ અને વિદ્યાર્થિની થયા બેભાન, એકનું મોત

મોરબી

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેઘપર ગામ નજીક એક સ્થાનક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની નજર બાવળના કાંટામાં પડેલી એક એક નવજાત બાળક પડી હતી. નવજાત બાળકી ઝાડીઓમાં પડી હોવાના કારણે રોતી હતી. ત્યારે તેણે સૌ પ્રથમ તો બાળકી પાસે જઈને તેમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ગ્રામના સરપંચને કરવામાં આવી હતી, જેના કારણે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સરપંચ આવ્યા બાદ સમગ્ર ઘટનાની જાણકારી માળીયા પોલીસને કરવામાં આવતી હતા. જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નવજાત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : રત્નમણિ મેટલ્સ પર IT વિભાગના દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશંકા

સાબરકાંઠા

સાબરકાંઠાના વક્તાપુર રોડ પર આવેલ કોલેજ પાછળથી નવજાત બાળક મળ્યુ છે. તલોદ પોલીસને જાણ થતાં PSI સહિત સ્ટાફ ઘટનાસ્થળે  પહોંચ્યો હતો. જે બાદ બાળકને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.  પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે GPSC વર્ગ-01 અને વર્ગ-02ની પરિક્ષા પાછી ઠેલવાનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ગાંધીનગરના પેથાપુરમાં માસૂમને તરછોડાયાનો  કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાને ગંભીરતાથી લઇ તપાસના આદેશ આપ્યા હતા. અને બાળકના માતા પિતાને શોધી નાંખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : લઘુશંકાએ ગયેલા વેપારીના કરોડોના દાગીના લઈને ફરાર થનાર નોકર ઝડપાયો

આ પણ વાંચો :ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનથી પ્રેરણા લઈ નાગરિકોને શિક્ષિત અને સંગઠિત બનવા જોઈએ : મુખ્યમંત્રી