ભાવ વધારો/ જનતાને વધુ એક મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે ટામેટાનાં ભાવમાં પણ વધારો

પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી પરેશાન જનતા માટે હવે મુસિબત વધી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. જણાવી દઇએ કે, હવે શાકભાજીનાં ભાવમાં પણ વધારો થયો છે. શા

Gujarat Others
ટામેટાનાં ભાવમાં વધારો

જનતાને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારામાં આંશિક રાહત આપ્યા બાદ પણ તેમની મુસિબતોનો અંત આવી રહ્યો નથી. દિવસેને દિવસે મોંઘવારી વધતી જઇ રહી છે. ત્યારે હવે વધુ એક મોંઘવારીની માર જનતાનાં ખભે પડવા જઇ રહી છે. જી હા, આ વખતે ટામેટાનાં ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો – Covid-19 / યુરોપમાં કોરોનાની ચોથી લહેર શરૂ, ઓસ્ટ્રિયામાં 20 દિવસનું લોકડાઉન લાગુ કરાયું

પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી પરેશાન જનતા માટે હવે મુસિબત વધી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. જણાવી દઇએ કે, હવે શાકભાજીનાં ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજીમાં ટામેટાનાં ભાવમાં વધારો થતા લોકો પરેશાન થઇ ગયા છે. માર્કેટમાં જોવા મળતા લાલ ટામેટા હવે જનતાને લાલ સિગ્નલ બરાબર લાગી રહ્યા છે. કારણ કે, જે ટામેટા પહેલા કરતા અત્યારે વધુ મોંઘા થયા છે. આ અંગે જ્યારે શાકભાજી વિક્રેતા સાથે મંતવ્યની ટીમે વાત કરી તો તેમણે આ ભાવ વધારા પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ‘આ ભાવ વધારાનું કારણ માલ-સામાનની ખપત છે. આગળથી સ્ટોક ઓછો આવી રહ્યો છે. પહેલા માલ-સામાનની 50 ગાડીઓ આવતી હતી તેની જગ્યાએ અત્યારે 10 ગાડીઓ જ આવે છે. અને આ પહેલા કમોસમી વરસાદે પણ મોંઘવારી વધારવામાં ભૂમિકા ભજવી છે. હાલમાં ટામેટાનો એક કિલોનો ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. જે આગળ પણ વધે તો નવાઇ નથી.’

આ પણ વાંચો – Political / કોંગ્રેસ પાર્ટીનો કચરો અમે નથી લેવા માંગતા : CM કેજરીવાલ

ટામેટાનાં ભાવમાં વધારો થતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. ટામેટાનો 70 થી 80 રૂપિયા કિલો ભાવ ચાલી રહ્યુ છે. ટામેટાનાં ભાવમાં પહેલા કરતા 20 થી 30 ગણો વધારો નોંધાયાનું ગૃહિણીઓ માની રહી છે. તો ટામેટા સાથે શિયાળું પાકનાં શાકભાજીમાં પણ 10 ટકા ભાવ વધારો નોંધાયો છે. બટાકાનાં ભાવમાં પણ 20 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. એટલું જ નહીં પણ લીલા લસણનાં ભાવ પહેલા 100 હતા જે 120 પર પહોંચ્યા છે. ભાવ વધતા લોકોની થાળીમાંથી શાકભાજી સાથે ટામેટા ગાયબ થઈ ગયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…