Not Set/ જુઓ,આજની હેડલાઈન

5:00pm અમદાવાદ : વટવા GIDC ફેઝ-૩માં કેમિકલ કંપનીમાં લાગી આગ લાગવાથી 8 ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ————————————————————————————————– અમદાવાદ :મહિલા ખેલાડીએ સોશિયલ મીડિયા પર હેરાન કરતાં યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકને મહિલાના એક તરફી પ્રેમમાં હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઈમબ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. ————————————————————————————————— અમદાવાદ : બોપલમાં હોટલના કર્મચારીને 4 કોન્સ્ટેબલે મારવાનો મામલે બોપલ […]

Gujarat
PARTH જુઓ,આજની હેડલાઈન

5:00pm

અમદાવાદ : વટવા GIDC ફેઝ-૩માં કેમિકલ કંપનીમાં લાગી આગ લાગવાથી 8 ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

————————————————————————————————–

અમદાવાદ :મહિલા ખેલાડીએ સોશિયલ મીડિયા પર હેરાન કરતાં યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકને મહિલાના એક તરફી પ્રેમમાં હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઈમબ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.

—————————————————————————————————

અમદાવાદ : બોપલમાં હોટલના કર્મચારીને 4 કોન્સ્ટેબલે મારવાનો મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છેેેે. હોટલના કર્મચારીનો માર મારવાની  સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. ત્યાર બાદ બોપલ પોલીસ સ્ટેશનના 4 કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. ચારેય કોન્સ્ટેબલો સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે.

—————————————————————————————————–

જામનગર : દરેડ વિસ્તારમાં ચાલતું ગેસ રિફિલીંગનુ કૌભાંડ પોલીસે ઝડપ્યું છે. ઘર વપરાશના ગેસ સિલીન્ડરમાંથી ચોરી કરતા આરોપીઓને પોોલિસે પકડ્યા હતા.ગેસ રિફિલીંગની સામગ્રી સહિત એક આરોપી ઝડપાયો હતો.

—————————————————————————————————–

બનાસકાંઠા : ધાનેરા રેલવે સ્ટેશન નજીક આધેડ  ટ્રેનની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આધેડનો ટ્રેન નીચે પગ આવી જતાં પગ કાપતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

—————————————————————————————————-

1:00pm

અમદાવાદઃ  સોનીની ચાલ પાસે BRTSએ રાહદારીને ટક્કર મારી હતી.ટક્કર વાગતા ઘટના સ્થળે જ રાહદારીનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ મૃતકના પરિવારજનો રખીયાલ પોલીસને ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

—————————————————————————————————

અમરેલી: ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બગસરાના મુખ્ય બજારોમા ગટરના પાણી ઉભરાયાતા આ માહોલ સર્જાયો હતો. બગસરા બજાર સાથે સાથે શહેરની અન્ય મુખ્ય બજારોની પણ આવી જ હાલત છે. લોકો દ્રારા નગરપાલિકા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ પરિણામ મળ્યું નથી. નગરપાલિકાની બેદરકારી સામે લોકો રોષ વ્યકત કર્યો  હતો.

————————————————————————————————–

સાબરકાંઠા: હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રસના ઉમેદવાર કમલેશ પટેલ ને કારમાં આવેલા શખ્શો એ જાન થી મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ કરવામાં આવી છે. કમલેશ પટેલના ઘરે પોલીસે સુરક્ષા માટે પોલીસ જવાનો મુકવામાં આવ્યાં હતાં.

————————————————————————————————–મહેસાણા: રાજસ્થાનના ચિતોડગઢ  લિંમ્બાહેડા ગામની સપનું તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. સપના   મીરાદાતારથી વિખૂટી પડેલી સપનાનું મોડાસામાં તેની માતા સાથે મિલન કરવતા સપના અને તેની માતા આંખોમાં ખુશી છવાઇ ગઈ હતી.અરવલ્લી 181 અભયમ ટીમે સપનાનું તેની માતા સાથે મિલન કરાવ્યું હતું સપના વિખુટી પાડીને મોડાસાના ગઢાગામ પહોંચી હતી ત્યાં તેને ખેડૂત પરિવારે ઘરે આશરો આપ્યો હતો.

————————————————————————————————

બનાસકાંઠા: પાલનપુર હાઇવે પર વેપારી અજીતભાઈ ચૌધરીનું  ગાડીમાં 10 શખ્સોએ અપહરણ કરી લૂંટી લેવામાં આવ્યો હતો. વેપારી પાસે રૂપિયા 10 હજારની લૂંટ કરી હતી.લૂંટ બાદ વેપારીના માથામાં ચપ્પાના ઘા મારી ફેંકી દેવાયો હતો.આ મામલે પાલનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.