Not Set/ નલિયામાં પારો ગગડ્યો, ઠંડીનાં કારણે કરફ્યુ જેવો માહોલ

ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયુ છે અહી હિમવર્ષાથી છેવાડાનાં કચ્છમાં ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે. જેના કારણે નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. અહી લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોચી ગયુ છે. ઠંડીનું પ્રમાણ વધી જતા રાત્રે લોકો તાપણી કરતા પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતનાં કચ્છમાં કાતિલ ઠંડીની અસર […]

Top Stories Gujarat Others
302123 winter 700400 નલિયામાં પારો ગગડ્યો, ઠંડીનાં કારણે કરફ્યુ જેવો માહોલ

ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયુ છે અહી હિમવર્ષાથી છેવાડાનાં કચ્છમાં ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે. જેના કારણે નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. અહી લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોચી ગયુ છે. ઠંડીનું પ્રમાણ વધી જતા રાત્રે લોકો તાપણી કરતા પણ જોવા મળી રહ્યા છે.

ગુજરાતનાં કચ્છમાં કાતિલ ઠંડીની અસર દેખાઇ રહી છે. નલિયામાં ઠંડીનાં કારણે કરફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 3 થી 4 ડિગ્રીનાં લઘુતમ તાપમાનમાં અહીંનું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. નલિયાનાં બજારોમાં કોઈ ફરકતું નથી શાળાએ પણ સવારે મોડા બાળકો જઇ રહ્યા છે, નોકરિયાત વર્ગ બે થી ત્રણ સ્વેટર, ટોપી, મફલર, શાલ બાંધી નીકળી રહ્યા છે આમ જનજીવનને વ્યાપક અસર સાથે અબોલા જીવો પણ ઠંડીનો સામનો કરી રહ્યા છે કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજતા કરી દીધા છે નલિયામાં ઠંડીની અસરે ધંધા રોજગાર પણ ઠપ્પ કરી દીધો છે. લોકો બપોરનાં સમયે બહાર નીકળી પોતાના કામ પતાવી લે છે સવારે અને રાત્રે બહાર નીકળવાનું ટાળે છે. છેલ્લે 15 ડિસેમ્બર 2015નાં રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયેલું. ગત વર્ષે નલિયામાં 20મી ડિસેમ્બરે 4.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું જે હકીકત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.