Not Set/ ઇન્ડીગો એરલાઇન્સનુ સર્વર ડાઉન, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને થઇ ભારે હાલાકી

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઈન્ડિગો એરલાઇન્સનું સર્વર ડાઉન થઇ ગયુ છે. છેલ્લા અઢી કલાકથી ઇન્ડિગોનું સર્વર ડાઉન થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનાં ટોળે ટોળા જોવા મળ્યા હતા. 

Top Stories Ahmedabad Gujarat
ઇન્ડિગો એરલાઇન્સનું સર્વર ડાઉન
  • ઇન્ડીગો એરલાઇન્સનુ સર્વર ડાઉન
  • છેલ્લા અઢી કલાકથી ડાઉન થયુ છ સર્વર
  • દેશના દરેક એરપોર્ટ પર ગોકળ ગાયની ગતિથી ચાલી રહ્યુ છે કામ
  • સર્વર ડાઉન થતાં થઇ રહ્યું છે મેન્યુઅલી કામ
  • અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોના ટોળા
  • સર્વર નોર્મલ થાય તેની જોવાઇ રહી છે રાહ
  • અમદાવાદ સહિત દેશભરના એરપોર્ટ પર અસર
  • ઇન્ડીગોની ફ્લાઇટ વ્યવહારને અસર

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઈન્ડિગો એરલાઇન્સનું સર્વર ડાઉન થઇ ગયુ છે. છેલ્લા અઢી કલાકથી ઇન્ડિગોનું સર્વર ડાઉન થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનાં ટોળે ટોળા જોવા મળ્યા હતા. આ માત્ર અમદાવાદનાં એરપોર્ટ જ નહી પણ દેશનાં દરેક એરપોર્ટ પર તેની અસર થઇ છે.

આ પણ વાંચો – બોમ્બે હાઇકોર્ટનો આદેશ / નવાબ મલિક હવે સમીર વાનખેડેના પરિવાર અંગે નિવેદનબાજી કરી શકશે નહી

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં ઇન્ડિગો એરલાઇન્સનું સર્વર ડાઉન થતા મુસાફરો પરેશાન થઇ ગયા છે. દેશનાં દરેક એરપોર્ટ પર છેલ્લા અઢી કલાકથી ડાઉન થયેલા સર્વરથી કામ ગોકળ ગાયની ગતિથી ચાલી રહ્યુ છે. સર્વર ડાઉન થતા લગભગ તમામ કામો મેન્યુઅલી કરવા પડી રહ્યા છે. મુસાફરો જલ્દી જ સર્વર નોર્મલ થવાની રાહ જોઇ રહ્યા છે. સર્વર ડાઉન થવાથી ઇન્ડિગો ફ્લાઇટનાં વ્યવહારને અસર થઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, આજે (ગુરુવાર) બપોરે 12.30 કલાકથી ઇન્ડિગો એરલાઇન્સનું સર્વર ડાઉન થયુ છે. દેશભરમાં ઇન્ડિગોની ટિકિટ વિન્ડો પર મુસાફરોનાં ટોળે ટોળા થઇ ગયા છે. એરલાોઇન્સનું સર્વર ડાઉન થતા તેની અસર ફ્લાઇટ્સ પર પણ પડી રહી છે. લગભગ તમામ ફ્લાઇટ્સ 1 અથવા 2 કલાક મોડી થઇ રહી છે. જણાવી દઇએ કે, સર્વર ડાઉન થતા ફ્લાઇટ્સમાં થઇ રહેલુુ મોડુ હવે લોકોનાં ગુસ્સામાં રૂપાંતરીત થઇ રહ્યુ છે. એક સુત્રનાં જણાવ્યા અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર પોતાના સગા સંબંધીને લેવા આવેલા ઘણા લોકો ઇન્ડિગોનાં સ્ટાફ સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…