વડાલી,
વડાલી પોલીસ સ્ટેશનમાંથી પાસ નેતા હાર્દિક પટેલને જામીન મળ્યા છે. વડાલી તાલુકાનાં કેસરગંજ ગામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.
ફરિયાદના પગલે હાર્દિક પટેલ વડાલીમાં હાજર થયો હતો. હાજર થયા બાદ તેને જામીન મળી ગયા છે. તો જામીન મળ્યા બાદ હાર્દિકે જણાવ્યુ હતુ કે તેણે જાહેરનામા ભંગ અંગેની કાનુની પ્રક્રિયા પુર્ણ કરી છે.
રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે જાહેરનામા ભંગ અંગે ફરિયાદ થાય તો ફરિયાદી કલેક્ટરને બનાવવાના હોય છે પરંતુ સ્થાનિક પોલીસ અને મામલતદારને ફરિયાદી બનાવવામાં આવે છે.
હાર્દિકે કર્ણાટકમાં યોજાઇ રહેલી ચુટણી મુદ્દે ભાજપને બેઇમાન ગણાવી હતી અને કોંગ્રેસને ઇમાનવાળી પાર્ટી ગણાવી હતી. વધુમાં હાર્દિકે જણાવ્યુ હતુ કે ઇમાન સામે બેઇમાનની જીત થઇ છે.