Not Set/ 26/11 ના નિવેદન પર ફસાયા નવાજ શરીફ, થઇ શકે છે દેશદ્રોહનો કેસ

  પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ દ્વારા મુંબઈ આતંકી હુમલા પર આપેલા પોતાના નિવેદનમાં ફસાતા નજર આવી રહ્યા છે. સોમવારે પાક સાંસદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગની સહયોગી પાર્ટી જેયુઆઈ-એફ ની તરફથી થઇ રહેલી ચર્ચામાં જ આ બાબત પર તપાસની માંગ કરવામાં આવી છે. આ સાથે જ જેયુઆઈ-એફ એ વિપક્ષ સાથે માંડીને આ નિવેદન પર નવાજના વક્તવ્યની […]

World Trending
171246 233462 nawaj 26/11 ના નિવેદન પર ફસાયા નવાજ શરીફ, થઇ શકે છે દેશદ્રોહનો કેસ

 

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ દ્વારા મુંબઈ આતંકી હુમલા પર આપેલા પોતાના નિવેદનમાં ફસાતા નજર આવી રહ્યા છે. સોમવારે પાક સાંસદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગની સહયોગી પાર્ટી જેયુઆઈ-એફ ની તરફથી થઇ રહેલી ચર્ચામાં જ આ બાબત પર તપાસની માંગ કરવામાં આવી છે. આ સાથે જ જેયુઆઈ-એફ એ વિપક્ષ સાથે માંડીને આ નિવેદન પર નવાજના વક્તવ્યની આલોચન કરી છે. પાર્ટીએ આ સાથે જ નવાજના દ્વારા આપેલા નિવેદનના સમય પર પણ સવાલ ઉઠાવ્યા છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ એ તો નવાજ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવા પર પણ માંગ કરી દીધી છે. પાર્ટીનું કહેવું છે કે તેમને પ્રધાનમંત્રી બનતા સમયે જે શપત લીધી હતી, તેમનો ભંગ કર્યો છે અને સાથે તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પાક વિરોધી એજેન્ડા પણ આગળ વધારી રહ્યા છે.

જેયુઆઈ-એફ ના નેતા મૌલાના ગફૂરે તો કહ્યું છે કે, નવાજનું નિવેદન દેશની સુરક્ષા માટે ખતરો છે. ઉપરાંત બીજા એક સાંસદ, તલ્હા મહમૂદએ કહ્યું હતું કે શરીફનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે દેશમાં ચુંટણીનો માહોલ શરુ છે. મહમૂદ પણ જેયુઆઈ-એફ ના એક નેતા છે. તેમને જણાવ્યું હતું કે,

“આવા નિવેદનોના કારણે નવાજ શરીફને તેમના હિતોને જોડવામાં મદદ મળી શકે છે,પરંતુ આવા નિવેદન દેશ માટે ભયંકર પણ બની શકે છે.”

તેમને જણાવ્યું હતું કે આવી બાબતો પર પાકિસ્તાન પર પહેલાથી જ આંતરાષ્ટ્રીય સમુદાયનું દબાણ છે.