દીવ/ નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

પ્રવાસી દંપતી પેરાગ્લાઇડિંગ દરમિયાન આકાશમાં પહોચ્યું અને હવામાં દોરડું તૂટી જવાની ઘટના બની હતી. અને પ્રવાસી દંપતીનો જીવ પડિકે બંધાઈ ગયો હતો.

Gujarat Others Trending
matdar yadi 1 નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

હાલમાં દિવાળીના વેકેશનને લઈ લોકો હરવા ફરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. અને પિકનિક પ્લેસ ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતીઓનું હોટ ફેવરિટ પિકનિક પ્લેસ એટ્લે કે દીવ બીચ ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. ત્યારે દીવ બીચ ઉપર એક અકસ્માતની ઘટના સર્જાઈ છે. પ્રવાસી દંપતી પેરાગ્લાઇડિંગ દરમિયાન આકાશમાં પહોચ્યું અને હવામાં દોરડું તૂટી જવાની ઘટના બની હતી. અને પ્રવાસી દંપતીનો જીવ પડિકે બંધાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર દિવના નાગવા બીચ ઉપર પ્રવાસી દંપતી પેરાગ્લાઇડિંગની મજા માણી રહ્યું હતું. પરંતુ જેવા દંપતી પેરાગ્લાઇડરમાં બેઠા અને આકાશમાં થોડા જ ઊંચે ગયા અચાનક જ દોરડું તૂટી ગયું હતું. જો કે સદનસીબે આ પ્રવાસી દંપતી દરિયામાં પટકાયું હતું. અને બંનેનું રેસક્યું કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં બંનેનો આબાદ બચાવ થયો હતો. જો કે આ સમગ્ર ઘટના કોઈ એ કેમેરામાં કેદ કરી હતી. ને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે.

હાલમાં તો આ પ્રવાસીઓના જીવ બચી ગયા છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે, પ્રવાસીઓની સુરક્ષા સાથે ચેડાં કેમ થઈ રહ્યા છે. શું આ પેરાગ્લાઇડર અને તેમાં વપરાતા દોરડા અને અન્ય સાધનોની તંત્ર દ્વારા નિયમિત ચકાસણી થાય છે ? છેલ્લે દોરડાંની ચકાસણી ક્યારે થઇ હતી ? આવી ઘટના બાદ શું તંત્ર જાગશે ખરું ?

ઉલ્લેખનીય છે કે મજા ઘણી વખત આ સજા બનીને સામે આવતી હોય છે તા. 14 જુલાઇ 2019, રવિવારના રોજ અમદાવાદના કાંકરિયા ખાતે પણ એક ફન ફેરમાં રાઇડ તૂટતા 3 લોકોના મોત થયા હતા અને જ્યારે 15થી વધારે લોકો ઘાયલ થયા  હતા.


ગુજરાત / મતદાર યાદી સુધારણા મહાઅભિયાન, 14 થી 28 નવેમ્બર સુધી અભિયાન

OMG! / આ તારીખે જોવા મળશે સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જાણો ક્યા દેખાશે