Not Set/ આર્થિક અપરાધો કરી દેશ છોડી ભાગતા ગુનેગારો માટે કડક કાયદો બન્યો, પ્રેસીડન્ટે આપી મંજુરી

નવી દિલ્હી આર્થિક અપરાધો કરીને દેશ છોડીને ભાગી જતાં ગુનેગારો માટે મોદી સરકાર કડક કાયદો લાવી રહી છે. મોદી સરકારની કેબિનેટે આર્થિક ભાગેડુ અપરાધીઓ અંગેનું બીલ પસાર કર્યું હતું, ત્યારે હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ભાગેડુ આર્થિક ખરડાને મંજૂરી આપી દીધી છે. આ પહેલા લોસકભામાં 19 જુલાઇ અને રાજ્યસભામાં જુલાઇની 25 તારીખે આ બિલને મંજુરી […]

Top Stories Trending
HHB આર્થિક અપરાધો કરી દેશ છોડી ભાગતા ગુનેગારો માટે કડક કાયદો બન્યો, પ્રેસીડન્ટે આપી મંજુરી
નવી દિલ્હી
આર્થિક અપરાધો કરીને દેશ છોડીને ભાગી જતાં ગુનેગારો માટે મોદી સરકાર કડક કાયદો લાવી રહી છે. મોદી સરકારની કેબિનેટે આર્થિક ભાગેડુ અપરાધીઓ અંગેનું બીલ પસાર કર્યું હતું, ત્યારે હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ભાગેડુ આર્થિક ખરડાને મંજૂરી આપી દીધી છે.
આ પહેલા લોસકભામાં 19 જુલાઇ અને રાજ્યસભામાં જુલાઇની 25 તારીખે આ બિલને મંજુરી મળી હતી. આ કાયદો અમલમાં આવ્યા બાદ વિજય માલ્યા કે નીરવ મોદી જેવા ભાગેડુ આર્થિક ગુનેગારોને પર અંકુશ લાગશે અને તેઓ કાયદાકીય પ્રક્રિયાથી નહીં બચી શકે.
નવા કાયદા પ્રમાણે, ભાગેડુ આર્થિક ગુનેગાર તે વ્યક્તિ હોય છે જેના વિરૂદ્ધ 100 કરોડ કે તેથી વધુની રકમ અંગેના આર્થિક ગુનામાં સંડોવાયેલો હોવાથી તેના વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જાહેર થયું હોય અને તે સજાથી બચવા દેશની બહાર ચાલ્યો ગયો હોય.
આ કાયદાનો અમલ કરવા ખાસ કોર્ટની પણ રચના કરવામાં આવશે. કોર્ટ આર્થિક રીતે ભાગેડુ ગુનેગારની સંપત્તિઓ પણ જપ્ત કરવાનો આદેશ આપશે. 
આ નવા કાયદા હેઠળ વિશેષ અદાલતને કોઈપણ વ્યક્તિને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની બેનામી તથા અન્ય સંપત્તિઓને જપ્ત કરવાનો અધિકાર રહેશે.  આ કાયદો કહે છે કે જપ્તી આદેશની તારીખથી જપ્ત કરવામાં આવેલી તમામ સંપત્તિઓનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે.
આ કાયદા હેઠળ ન્યૂનતમ 100 કરોડ રૂપિયાની મર્યાદાને યોગ્ય ગણાવતાં નાણા મંત્રી પિયૂષ ગોયલે હાલમાં જ સંસદમાં કહ્યું હતું કે, તેની પાછળનો હેતુ મોટા ગુનેગારોને પકડવાનો છે.