Not Set/ લોકરક્ષક પેપર લીક : પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકને પોલીસે ઘરેથી જ દબોચ્યો

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં ધીમે-ધીમે કૌભાંડીઓ ખુલ્લા પડી રહ્યા છે. સોમવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ એક આરોપી યશપાલ સિંહ હજુ પણ પોલીસ સકંજાથી બહાર છે. ભાજપના નેતા જયેન્દ્ર રાવલની પણ ધરપકડ કરાઈ છે. ત્યારે મંગળવારે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેણે પેપર ખરીદ્યું હતું. અરવલ્લીના બાયડમાંથી પેપર ખરીદનાર યુવક […]

Top Stories Ahmedabad Gujarat
193054 priteshpatelleak લોકરક્ષક પેપર લીક : પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકને પોલીસે ઘરેથી જ દબોચ્યો

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં ધીમે-ધીમે કૌભાંડીઓ ખુલ્લા પડી રહ્યા છે. સોમવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ એક આરોપી યશપાલ સિંહ હજુ પણ પોલીસ સકંજાથી બહાર છે. ભાજપના નેતા જયેન્દ્ર રાવલની પણ ધરપકડ કરાઈ છે.

ત્યારે મંગળવારે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેણે પેપર ખરીદ્યું હતું. અરવલ્લીના બાયડમાંથી પેપર ખરીદનાર યુવક પ્રિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

બાયડના રમોસથી 20 વર્ષીય પ્રિતેશ પટેલની ગાંધીનગર પોલીસે અટકાયત કરી. વહેલી સવારે 3 વાગે પ્રિતેશ પટેલના ઘરેથી જ પોલીસે અટકાયત કરી હતી. હાલ આ સમગ્ર મામલે પ્રિતેશની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસને મનહર પટેલની પૂછપરછ બાદ મળેલી લિંકના આધારે જ પ્રિતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોણે કોણે પેપર ખરીદ્યા તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.