ધરપકડ/ ગાંધીનગરમાં નકલી કલેક્ટર બની રોફ મારતો યુવાન ઝડપાયો,મહિલા પોલીસને સસ્પેન્ડ કરવાની આપી હતી ધમકી

રોફ મારતા નકલી કલેકટર જનક પંડયાની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આરોપી જનક પંડયાના પિતા પોલીસમાં હતા, અને તેની બહેન પણ પોલીસમાં નોકરી કરે છે

Top Stories Gujarat Breaking News
4 21 ગાંધીનગરમાં નકલી કલેક્ટર બની રોફ મારતો યુવાન ઝડપાયો,મહિલા પોલીસને સસ્પેન્ડ કરવાની આપી હતી ધમકી
  • ગાંધીનગરમાં ઝડપાયો નકલી કલેક્ટર
  • નકલી કલેક્ટરે મહિલા પોલીસને આપી ધમકી
  • મહિલા પોલીસને ફોન પર સસ્પેન્ડ કરવાની ધમકી
  • ગાંધીનગર પોલીસે કરી નકલી કલેકટરની ધરપકડ
  • આરોપીના પરીવારના બે લોકો પોલીસમાં હોવાનું સામે આવ્યું
  • નકલી કલેક્ટર જનક પંડયા સામે નોંધાઈ ફરિયાદ
  • આરોપી જનક પંડ્યાના પિતા પોલીસમાં હતા
  • જનક પંડયાની બહેન પણ કરે છે પોલીસમાં નોકરી
  • આરોપી યુવક હાલ બે દિવસના પોલીસ રિમાન્ડ પર
  • અગાઉ પણ કલેકટરના નામે રોફ જમાવી ચુક્યો છે યુવક

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, છેતરપિડી,વિશ્વાસઘાત,અને નકલી સરકારી કર્મચારી બનીને રોફ જમાવવાનું ચલણ ખુબ વધી રહ્યું છે.આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરમાં નકલી કલેકટર બનીને રોફ મારતો યુવાન ઝડપાયો છે. આ નકલી કલેકટરે મહિલા પોલીસને સસ્પેન્ડ કરવાની ફોન પર આપી હતી ધમકી, જેના અંતર્ગત ગાંધીનગર પોલીસે નકલી કલેકટરની કરી ધરપકડ,આરોપીના પરિવારમાંથી બે લોકો પોલીસ વિભાગમાં હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રોફ મારતા નકલી કલેકટર જનક પંડયાની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આરોપી જનક પંડયાના પિતા પોલીસમાં હતા, અને તેની બહેન પણ પોલીસમાં નોકરી કરે છે. આરોપીને કોર્ટે બે  દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ આ અંગે જનક પંડયાની સઘન પૂછપરછ કરી રહી છે.