Not Set/ સુરત:કડોદરા-નિયોલ ચેકપોસ્ટ પર ગણપત ક્રિએશનમાં ભીષણ આગ

સુરત, સુરતમાં આગ લાગવાનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. સુરતના તક્ષશિલામાં આગ બાદ હવે ફરી એકવાર આગની ધટના સામે આવી છે. સુરતના કડોદરા-નિયોલા ચેકપોસ્ટ પાસે આવલે પુરીગામ નજીક ગણપત ક્રિએશનમાંમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીની માહોલ સર્જાયો છે. જણાવીએ કે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને થોડી જ મિનિટોમાં એટલું ભયાનક સ્વરૂપ […]

Top Stories Gujarat Surat
dsgvgdfv 2 સુરત:કડોદરા-નિયોલ ચેકપોસ્ટ પર ગણપત ક્રિએશનમાં ભીષણ આગ

સુરત,

સુરતમાં આગ લાગવાનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. સુરતના તક્ષશિલામાં આગ બાદ હવે ફરી એકવાર આગની ધટના સામે આવી છે. સુરતના કડોદરા-નિયોલા ચેકપોસ્ટ પાસે આવલે પુરીગામ નજીક ગણપત ક્રિએશનમાંમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીની માહોલ સર્જાયો છે. જણાવીએ કે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને થોડી જ મિનિટોમાં એટલું ભયાનક સ્વરૂપ લઇ લીધું હતું કે શહેરના બીજા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.

આપને જણાવીએ કે આ આગ એક દોરા બનવાની કંપનીમાં લાગી છે. કડોદરા-નિયોલ ચેક પોસ્ટ પર જયેશભાઈ દેવરાજભાઈ ચલિયાની ગણપત ક્રિએશનમાં નામની દોરા (યાર્ન) બનાવતી કંપનીમાં મોડી રાત્રે દોઢ વાગે આગ લાગી હતી. આગ લાગ્યાના 7-8 કલાક બાદ પણ હજુ સુધી આગ પણ કાબુ મેળવામાં આવ્યો નથી.

ઉલ્લેખીનીય છે કે આગ લાગવાના કરને કંપનીમાં રહેલ સંપૂણ માલસામન બળીને ખાક થઇ ગયો છે. કંપનીના માલિકની કહેવું છે કે આ આગના કારણે અંદાજે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

જોત જોતામાં આગે એવું પ્રચંડ સ્વરૂપ લઇ લીધું છે કે ઘટના સ્થળે સુરત ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરત સિવાય અન્ય જગ્યાએ થી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલવામાં આવી છે.

મહત્વનું છે કે લાગેલી આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી. પરતું કંપની પૂરી બળીને ખાક થઇ ગઈ છે.અવારનવાર આગની ઘટનાના બનવા બનતા હોવા છતાં પણ સુરત તંત્ર કોઈ પણ પગલાં લેવામાં બેજવાબદારી દાખવે છે.