પિતાની વેદના/ સુરત સિવિલ હોસ્પિટલમાં પુત્રને સારવાર ના મળતા પિતાની આંખમાં આસું

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા નિતેશભાઇ પાંડે ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે તેમના છ વર્ષના પુત્રને પગના ભાગે ફોલ્લી થતા સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા

Gujarat Surat
Mantavyanews 14 4 સુરત સિવિલ હોસ્પિટલમાં પુત્રને સારવાર ના મળતા પિતાની આંખમાં આસું

Surat News: સુરતના સિવિલ હોસ્પિટલમાં પુત્રની સારવાર માટે આવેલા પિતાની આંખો ભીની થઈ ગઈ હતી સવારથી સાંજ  સુધીમાં પુત્રની સારવાર ન થતા લાચાર પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. સુરતમાં સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે તેવી જ ઘટના સુરતમાં ફરીથી સામે આવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા નિતેશભાઇ પાંડે ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે તેમના છ વર્ષના પુત્રને પગના ભાગે ફોલ્લી થતા સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા પરંતુ સિવિલના રેઢિયાળ તંત્રના પાપે નિતેશભાઇ ને આમ થી તેમ ભટકવું પડ્યું હતું નિતેશભાઇ ને પુત્રની સારવાર માટે સ્ટ્રેચર પણ મળ્યું ન હતું.

જેથી હતાશ અને લાચાર થયેલા પિતાની આંખમાં રોષ સાથે આંસુ સરી પડ્યા હતા.પોતાનો ધંધો રોજગાર છોડી એક પિતા પોતાના વ્હાલસોયા પુત્ર ની સારવાર માટે આવ્યો હતો પરંતુ તેમને સ્ટ્રેચર પણ સિવિલ માંથી આપવામાં આવ્યું ના હતું. સાથે જ એક જગ્યા થી બીજી જગ્યા પર ડોક્ટરો દ્વારા દોડાવવામાં આવ્યો હતો.

સવારથી પોતાના પુત્રને સારવાર નહીં મળતા પિતા હતાશ થઈ ગયા હતા અને આંખ માંથી આંસુ સરી પડ્યા હતા.આખરે હતાશ થયેલા આ પિતાની વાતની જાણ CMOને થતા ડોકટરની ઝાટકણી કાઢી બાળકને સ્ટ્રેચર આપી યોગ્ય સારવાર કરવા જણાવ્યું હતું ત્યારબાદ બાળકને સારવાર મળી હતી.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી