ગોઝારો અકસ્માત/ અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે.

Top Stories Gujarat Others

અંબાજીના હડાદ માર્ગ ઉપર ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે.  બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા 40 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને 108, ખાનગી વાહન અને પોલીસની જીપમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આજે બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા 40 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં બાળકો, મહિલા, પુરુષો સહિત વડીલોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

ઘટનામાં પ્રત્યક્ષ દર્શી લોકોનું કહેવું છે કે આ ઘટના બાદ તાત્કાલિક 108 અને પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ સતત રેસક્યું ઓપરેશન બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

નડિયાદના કંજરી ગામના સંઘના પદયાત્રીઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ બસ અકસ્માત સર્જાયો હતો. અકસ્મતામાં બસમાં સવાર 40 જેટલા લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. જોકે, હાલ આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર નથી.

આ પણ વાંચો:ઇસનપુરમાં જૂની અદાવતમાં કોન્ટ્રાક્ટર હરીશ પ્રજાપતિ કરાયો હુમલો જુઓ CCTV

આ પણ વાંચો:ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું મોત, મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો

આ પણ વાંચો:અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ, યાત્રાળુઓને હાલાકી

આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ