Political/ ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે અપનાવી આ રણનીતિ,આ ઉમેદવારોની કરવામાં આવશે પસંદગી!

રાજ્યમાં પ્રચાર સહિત નવી રણનીતિ અમલી બનાવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઇને  ગૃહમંત્રી અમિત શાહ સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યા છે

Top Stories Gujarat
1 166 ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે અપનાવી આ રણનીતિ,આ ઉમેદવારોની કરવામાં આવશે પસંદગી!

ગુજરાત ચૂંટણીની ગણતરીના દિવસો જ બાકિ  છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે,જેમા ભાજપે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજ્યમાં પ્રચાર સહિત નવી રણનીતિ અમલી બનાવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઇને  ગૃહમંત્રી અમિત શાહ સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની તમામ બેઠકો તેઓ ફરી વળ્યા છે. અત્યાર સુધીમાં 182માંથી 120 બેઠકો વિશેની ચર્ચા તેઓ ગ્રાઉન્ડ લેવલે પહોંચીને કરી ચૂક્યા છે.

ભાજપના  સૂત્રોએ જે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ વખત ની વિધાનસભા ચૂંટણીમાં ગત કોર્પોરેશનની ચૂંટણીઓની જેમ ઉંમર કે ટર્મનો ક્રાઇટેરીયા લાગુ નહીં થાય. ભાજપમાં ઘણાં સમયથી જે પ્રકારે વાતો વહેતી થઇ છે કે 100 જેટલા સિટીંગ એમએલએ કપાશે અને 60ની ઉપર ઉંમર ધરાવતા ઉમેદવારો કપાશે અથવા ત્રણ ટર્મથી જે એમએલએ છે તેઓને ફરીથી ટિકિટ નહીં મળે. આ તમામ વાતોનો છેદ ઉડાડી દેવાયો છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં માત્ર જીત જ ક્રાઇટેરીયા હશે. 60થી વધારે ઉંમર કે ત્રણ ટર્મ જીતેલાને ટીકીટ નહીં આપવી એવું નહીં બને. સિટીંગ એમએલએને રિપીટ નહીં કરવાની કોઇપણ નવી થિયરી લાગુ નહીં થાય. જે જીત મેળવી શકે એમ હશે એ જ ઉમેદવાર હશે.

સી.આર. પાટીલ બદલીમાં પડતા નથી, પણ અધિકારીઓ માનતા નથી. સુપર સીએમ તરીકે પંકાયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની રહેમ નજર હશે તો ક્રીમ પોસ્ટીંગ મળશે અથવા તો મનગમતી જગ્યાએ બદલી મળશે એવી એક માન્યતા હમણાંથી અધિકારીઓ મા જોવા મળી રહી છે અને એટલે જ પાટીલના બંગલે મોડી સાંજે અથવા રાત્રે ચક્કર લગાવનાર અધિકારીઓની સંખ્યા ઓછી નથી. પરંતુ, હકીકત એ છે કે પાટીલ એકપણ બદલી માટે ભલામણ કરતા નથી અને આ વિશે તેમનું વલણ ક્લિયર છે. જાહેરમાં સુરતના પૂર્વ મ્યુનિસપલ કમિશનર બંછાનિધિ પાની વિશે ફેવર કરનાર પાટીલે કદી પાની માટે ઉપર વાત કરી નથી એ પણ એટલી જ હકીકત છે.