સુરત/ કોઈ ચહેરા ઉપર એસિડ ફેંકી દેશે તો તું શું કરીશ : પતિની પત્નીને ધમકી

લગ્નના ત્રણ દિવસમાં યુવકની હકીકતની જાણ થઈ જતાં યુવતીએ તેની છોડી દીધો. પરંતુ રોષે ભરાયેલો યુવક સતત તેનો પીછો કરી ધમકીઓ આપી રહ્યો છે

Top Stories Gujarat Surat
Untitled 18 4 કોઈ ચહેરા ઉપર એસિડ ફેંકી દેશે તો તું શું કરીશ : પતિની પત્નીને ધમકી

આજના સમયમાં સમાજમાં પ્રેમ લગ્નનું ચલણ વધ્યું છે. ત્યારે ઘણા કિસ્સામાં યુવતીની હાલત કફોળી બનતી જોવા મળે છે. તો ઘણા યુવકો પણ લગ્ન પહેલા ખોટો દેખાડો અને મીઠી વાતો કરી યુવતીને ફસાવતા જોવા મળે છે. અને લગ્ન બાદ હકીકતની જાણ થતાં યુવતીને આખું જીવન પસ્તાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના હાલમાં સુરત ખાતે જોવા મળી છે.

સુરત ખાતે યુવકની મીઠી વાતોમાં આવી યુવતી પોતાનું દિલ દઈ બેઠી હતી. અને બંને એ માતપિતાની મરજી વિરુધ્ધ જય ને લગ્ન પણ કરી લીધા. પરંતુ લગ્નના ત્રણ જ દિવસમાં યુવકની સમગ્ર હકીકત ની જાણ થતાં યુવતી ઘર છોડીને પાછી જતી રહી હતી. પરંતુ યુવતીના પ્રેમમાં પાગલ યુવક એટલી સહેલાઇથી તેને છોડીદેવા માંગતો ના હતો.

પ્રેમમાં પાગલ એવા પ્રેમી વિશાલએ સુરતના વરાછામાં રહેતી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ફસાયેલી યુવતીએ તેની સાથે પ્રેમલગ્ન પણ કર્યા. જો કે ત્રણ દિવસમાં યુવકની હકીકતની જાણ થઈ જતાં યુવતીએ તેની છોડી દીધો. પરંતુ રોષે ભરાયેલો યુવક તેનો પીછો કરતો રહ્યો.

યુવતી તેને તાબે નહીં થતાં તેને યુવતીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું, તેણીના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. પૂર્વ પ્રેમી અને પતિએ જ મારી નાખવાની ધમકી આપી હતી. જો કે યુવતીએ પ્રેમજાળમાં ફસાઈને પ્રેમલગ્ન કર્યાની કબૂલાત કરી હતી. પરંતુ યુવકની હકીકત ખ્યાલ આવતા યુવતીએ તેને છોડી દીધો.

રોષે ભરાયેલો યુવક યુવતીનો પીછો કરતો રહ્યો અને તેણીને ધમકીઓ પણ આપતો રહ્યો છે. તો યુવતી દ્વારા આ અંગે પોલીસ મથકે બે બે વખત જાણ કરવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. યુવકે એસિડ ફેંકી બદલો લેવાની ધમકી આપી હતી. મિત્રો પાસે ચિઠ્ઠી મોકલાવી ધમકી આપ્યાનો યુવતીદ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

WhatsApp Image 2022 04 18 at 8.46.46 AM કોઈ ચહેરા ઉપર એસિડ ફેંકી દેશે તો તું શું કરીશ : પતિની પત્નીને ધમકી

જો કે આ સમગ્ર ઘટનાથી યુવતી એટલી ડરી ગઈ હતી અને પોલીસ તરફથી પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા તેણીને વીડિયો વાયરલ કરી ન્યાયની માંગ કરી હતી.

નિવેદન/ હિન્દુ 4 બાળકો પેદા કરો, 2 RSS અને VHPને સોંપો : સાધ્વી ઋતંભરા