કોરોનાને કાબુમાં લેવા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શિર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી નોંધી છે.ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ.ડી કારિયાની બેન્ચ આજે સવારે 11 વાગ્યે તત્કાલ સુનાવણી હાથ ધરશે.ગુજરાતમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિ મહા ભયાનકતા દર્શાવે છે. એવામાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી દર્દીઓને ઘરે જ હોમ ક્વોરન્ટાઈ કરવાની ફરજ પડી રહી છે. સારવાર વગર જ દર્દીઓ પોતાના ઘરોમાં જ દમ તોડી રહ્યા છે. આરોગ્ય સારવારનું માળખું ભાંગી પડ્યું છે. જેથી હવે ગુજરાત હાઇકોર્ટ જનતાની વ્હારે આવવાની ફરજ પડી છે જેના પગલે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો નોંધ લીધી છે.
કોરોના કહેર / દેશમાં કોરોનાની સુનામી : 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.69 લાખ નવા કેસ, એક્ટિવ કેસ 12 લાખ નજીક
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારના નિવેદનોથી વિપરીત હાઇકોર્ટે નોંધ્યું કે, ગુજરાત ગંભીર મેડિકલ કટોકટીના આરે ઊભું છે. ખૂટી પડેલા બેડ, ઓક્સિજન – રેમડેસીવીરની અછત વગેરે મુદ્દા કોર્ટે ધ્યાને લીધા છે અને જાહેરહિતની અરજી (પીઆઈએલ) માં કેન્દ્ર – રાજ્ય સરકારના સચિવોને પ્રતિવાદી બનાવ્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી થશે જેમાં રાજ્યના ટોચના સનદી અધિકારીઓને પણ આ લાઈવ કાર્યવાહીને તેના માટે જનરેટ કરાયેલી લિંક પર જોવા માટે સૂચન કરાયું છે.
કોરોનાનું તાંડવ / મહારાષ્ટ્ર લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન, CM ઉદ્ધવની બેઠકમાં સંમતિ
આ ઉપરાંતપત્રકારત્વને ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે.ગુજરાતનું પત્રકારત્વ ફરી એક વાર પ્રજાના પ્રહરી તરીકે પ્રસ્થાપિત થયું છે. કેમ કે હાઈકોર્ટે જે નોટિસો અધિકારીઓને મોકલી છે તેમાં સાથે છેલ્લા કેટલાક દિવસોથી અખબારમાં પાને-પાનાં ભરીને આવતા અહેવાલો અને તેમાં દર્શાવાતી ગુજરાતની સ્થિતિ વિશેની ટિપ્પણીઓની ઝેરોક્ષ પણ બીડાણ તરીકે રાખવામાં આવી છે. આ નકલો ઈમેઈલથી એડવોકેટ જનરલ, સરકારી વકીલ તથા એડિશનલ સોલિસિટર જનરલને મોકલી આપવામાં આવી છે.
ભયંકર / ઉત્તરથી દક્ષિણ સુધી કહેર વરસાવતો કોરોના, સરકારની વધી ચિંતા, જાણો આજે કેટલા ક્યાં કેટલા કેસ નોધાયા
અખબારી અહેવાલો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે જેને અવગણી શકાય નહીં : હાઇકોર્ટ
હાઇકોર્ટે નોંધ્યું કે, છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનાં ભરાઈ ભરાઈને સમાચારો આવી રહ્યા છે. આ સમાચારો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે જેને અવગણી શકાય નહીં અને હવે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો સમય પાકી ગયો છે. આ અખબારી અહેવાલો રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરી રહ્યા છે. આ બધું એક જ બાબત તરફ ઈશારો કરે છે કે ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલ્દી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. આ વાતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ રાજ્યની સ્થિતિમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી. રાજ્યમાં આજે પણ લોકો કલ્પના કરી ન શકાય તેવી હાડમારીઓ અને તકલીફો સહન કરી રહ્યા છે, અને સ્થિતિ રાજ્યના આરોગ્ય વિભાગના કાબૂ બહાર જતી રહી છે. હાલનું હેલ્થ માળખું પડી ભાંગ્યું છે અને ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, આઈસીયુની ઉપલબ્ધતા ઉપરાંત ઓક્સિજન અને રેમડેસિવિર જેવી પાયાગત ઔષધિઓ મેળવવા પણ લોકોએ રીતસર વલખાં મારવાં પડી રહ્યાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…