નિમણૂક/ ખેડા જિલ્લા ભાજપના સંગઠનની કરવામાં આવી જાહેરાત,ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો નિમાયા

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ બદલવામાં આવ્યા છે ખેડા જિલ્લા પ્રમુખ તરીકે અજય બ્રહ્મભટ્ટની નિમણૂંક કરાઈ છે.હવે ખેડા જિલ્લાના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કર્યા છે.

Top Stories Gujarat
38 ખેડા જિલ્લા ભાજપના સંગઠનની કરવામાં આવી જાહેરાત,ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો નિમાયા

Kheda District:  લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. ત્યારે હવે  ખેડા જિલ્લા ભાજપનું સંગઠન વિખેરાયું છે.  પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે  ખેડાનું સંગઠન વિખેર્યું છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ બદલવામાં આવ્યા છે ખેડા જિલ્લા પ્રમુખ તરીકે અજય બ્રહ્મભટ્ટની નિમણૂંક કરાઈ છે.હવે ખેડા જિલ્લાના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. 36 ખેડા જિલ્લા ભાજપના સંગઠનની કરવામાં આવી જાહેરાત,ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો નિમાયા

Kheda District:ભાજપે લોકસભા 2024ની ચૂંટણી માટે  સંગઠન મજબૂત કરવાનો નિર્ધાય કર્યો છે, ભાજપ પક્ષે બૂથ મજબૂત કરવાની રણનીતિ બનાવી છે, ગુજરાતમાં પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકમાંથી 26 બેઠકો પ્રાપ્ત થાય તે માટે હાલ ભાજપ પ્રદેશ કમરકસી રહી છે.

37 ખેડા જિલ્લા ભાજપના સંગઠનની કરવામાં આવી જાહેરાત,ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો નિમાયા

(Kheda District)ભાજપે ખેડા જિલ્લા માટે 8 પ્રમુખ અને  3 મહામંત્રી અને 8 મંત્રી સહિત 1 કોઅધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તજવીજ ચાલી રહી છે. ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા બદલાવ આવી શકે છે. એક સાથે ડઝનબંધ પદો રાખી ગામમાં રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાનો નિર્ણય લેવાયો છે. સંગઠન સાથે જોડાયેલાં આ બધાય ધારાસભ્યો પાસેથી રાજીનામુ લઇ લેવાશે. જેથી અન્ય સક્રિય નેતા-કાર્યકરોને સંગઠનમાં સમાવી શકાય. ભાજપ એક વ્યક્તિ એક હોદાનો નિયમ અમલમાં લાવી શકે છે. જેને પગલે ઘણા બધા નેતાઓને સાચવી શકાય. હાલમાં ભાજપ સંગઠન અને સરકાર બંને સ્તરે મજબૂત છે. હાઈકમાન પર નેતાઓને સાચવવાનું પ્રેશર છે. હાલમાં ઓછી જગ્યાઓ વચ્ચે સરકાર અને સંગઠનને અલગ કરી દેવાશે. જેમાં સરકારમાં સમાવેશ થનારને સંગઠનનો લાભ નહીં મળે અને સંગઠનમાં હશે એ સરકારમાં જશે તો પણ રાજીનામું આપી દેવું પડશે.

LUCKNOW/ ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસમાં 7 આતંકવાદીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ; NIA કોર્ટનો નિર્ણય

chardham-yatra/શરૂ થવા જઈ રહી છે ચારધામ યાત્રા, જોશીમઠ રસ્તો હજુ પણ જોખમમાં