Not Set/ રાજસ્થાનના બિકારેનમાં વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલોટ સુરક્ષિત

બિકાનેર, રાજેસ્થાનના બિકાનેરમાં ભારતીય વાયુસેનાનું મિગ -21 વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. સદભાગયે આ અકસ્માતમાં પાયલોટ બચી ગયા હતા. સાથે જ આ વિમાન રહેણાંક વિસ્તારથી દૂર ખેતરમાં જઈને પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઈટર વિમાન મિગ-21 ના પડ્યા પહેલા તેને ઉડાવી રહેલ પાયલોટ પૈરાશૂટ લઈને કૂદી ગયા. હાલ પાયલોટ સલામત હોવાનું કહેવામાં […]

Top Stories India
arn 14 રાજસ્થાનના બિકારેનમાં વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલોટ સુરક્ષિત

બિકાનેર,

રાજેસ્થાનના બિકાનેરમાં ભારતીય વાયુસેનાનું મિગ -21 વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. સદભાગયે આ અકસ્માતમાં પાયલોટ બચી ગયા હતા. સાથે જ આ વિમાન રહેણાંક વિસ્તારથી દૂર ખેતરમાં જઈને પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઈટર વિમાન મિગ-21 ના પડ્યા પહેલા તેને ઉડાવી રહેલ પાયલોટ પૈરાશૂટ લઈને કૂદી ગયા. હાલ પાયલોટ સલામત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફાઇટર પ્લેન બિકાનેર નજીક પડ્યું હતું અને તેમાં આગ લાગી ગઈ.

કહેવામાં આવી રહ્યું છે કે રાજેસ્થાનના બિકાનેરના નાલ એર બેસથી ઉડાન ભર્યા પછી આ વિમાન એક પક્ષી સાથે અથડાયું અને  અકસ્માતનો શિકાર થઇ ગયો. જોકે અકસ્માતને લઈને હજુ પણ કઈ સ્પષ્ટતા થઇ નથી. આ મામલાની તપાસ પછી જ અકસ્માતનું કારણ જાણવામાં મળશે.

આ પહેલીવાર નથી કે જયારે મિગ -21 ક્રેશ થયું છે આ પહેલા પણ, ઘણી વખત મિગ -21 ઘટનાઓના ભોગ બન્યું છે. આ બાબતે, મિગ -21 પર સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, જુલાઇ 2018 માં હિમાચલના કાંગડામાં પણ મિગ -21 ક્રેશ થયું હતું. અકસ્માતમાં, મિગ -21 ઉડતા વિમાનચાલક મિત કુમારનું મોત થયું હતું.

રાજેસ્થાનના બિકાનેરમાં ભારતીય વાયુસેના મિગ -21 તે સમયે ક્રેશ થયું છે,જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમા પર છે. 27 મી ફેબ્રુઆરીના રોજ, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન મિગ -21 થી જ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઈટર વિમાન એફ -16 ને તોડી પડ્યું હતું.

આપને જાણવી દઈએ કે પુલવામા આતંકી હુમલા પછી, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના  બાલાકોટમાં ઘુસી અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સ્થળો પર હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 280 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ કાર્યવાહી પછી, પાકિસ્તાને ભારતીય લશ્કરી પાયા પર હુમલો કરવાની કોશિશ કરી હતી,ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાન  મિગ -21 એ જડબાતોડ જવાબ આપ્યો હતો.