Not Set/ મલાઇકા સાથેના છૂટાછેડા બાદ પ્રથમ વાર કઇંક આવું બોલ્યો અરબાઝ

મુંબઇ, મલાઇકા અને અર્જુન કપૂરના સંબંધો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે ત્યારે અરબાઝ ખાને છૂટાછેડા બાદ પ્રથમ વાર આ વિષય પર મોં ખોલ્યું હતું. અરબાઝ ખાન તથા મલાઇકાએ  વર્ષ 2016માં છૂટા થવાનો નિર્ણય કર્યો હતો અને બંનેએ વર્ષ 2017માં તલાક લીધા. આમ તો બંને પોતાના ડિવોર્સ અંગે ચૂપ હતા. પરંતુ થોડા દિવસ પહેલા […]

Uncategorized

મુંબઇ,

મલાઇકા અને અર્જુન કપૂરના સંબંધો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે ત્યારે અરબાઝ ખાને છૂટાછેડા બાદ પ્રથમ વાર આ વિષય પર મોં ખોલ્યું હતું. અરબાઝ ખાન તથા મલાઇકાએ  વર્ષ 2016માં છૂટા થવાનો નિર્ણય કર્યો હતો અને બંનેએ વર્ષ 2017માં તલાક લીધા. આમ તો બંને પોતાના ડિવોર્સ અંગે ચૂપ હતા. પરંતુ થોડા દિવસ પહેલા મલાઇકાએ  ચેટ શોમાં આ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તો હવે અરબાઝ ખાન પણ આ બાબતે બોલ્યો છે.

Image result for arbaaz khan malaika arora

અરબાઝ ખાને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે હું ખૂબજ પરેશાન રહેતો હતો. પરંતુ હવે એવું નથી.  તમે ક્યાં તો ઘટના ભૂલી જાવ છો અથવા તો માફ કરી દો છો. જે પણ પરિસ્થિ  હોય તેમાં આગળ વધવું પડે છે. તમે ભૂલી જાવ એનો મતલબ તમે માફ કરી દો છો.

Image result for arbaaz khan malaika arora

અરબાઝ ઘણી વાર તેની ગર્લફ્રેન્ડ જિયોર્જિયા સાથે નજરે પડે છે. તેને જ્યોર્જિયા સાથેના સંબંધો અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે જો મારે  મારું અફેર છુપાવવું હોત તો હું જાહેરમાં ન આવત. જ્યોર્જિયા મારા જીવનમાં છે તે મારી દોસ્ત છે અને હું તેને ડેટ કરી રહ્યો છું. આ સંબંધ  કેટલો આગળ જશે તે તો સમય જ કહેશે. હા અત્યારે અમે સાથે છીએ.