બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે તેની બોલ્ડનેસને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પૂનમ પાંડેએ તાજેતરમાં જ લગ્ન કર્યા. તેણે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનો ફોટો મૂકીને બધાને ચોંકાવી દીધા હતા. પૂનમ પાંડેએ ગુપ્ત રીતે તેના બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન ટકી શકે તેમ જણાતું નથી. લગ્નના માત્ર 11 દિવસ પછી, પૂનમ પાંડેએ તેના પતિ સૈમ બોમ્બે પર હુમલો, છેડતી અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેના પતિની પોલીસે ધરપકડ કરી છે.
લગ્ન પછી, બંને ગોવાના હનીમૂન માટે ગયા હતા, પરંતુ પૂનમે તેના પતિ પર ગંભીર આરોપો લગાવવાની ફરિયાદ નોંધાવી હતી. પૂનમે પતિ સૈમ પર હુમલો, જાતીય શોષણ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલો સોમવારનો છે. પૂનમે તેના પતિ વિરુદ્ધ દક્ષિણ ગોવાના કાનાકોના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાનાકોના પોલીસ સ્ટેશનના પ્રભારી તુકારામ ચૌહાણે આ બાબતે જણાવ્યું હતું કે, પૂનમ પાંડેએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગોવા પોલીસે સૈમ બોમ્બેની મેડિકલ ટેસ્ટ કરાવી છે, ત્યારબાદ સૈમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે આઈપીસીની કલમ 354 એ, 323, 324 અને 506 (2) હેઠળ સૈમ બોમ્બેની ધરપકડ કરી છે. ઘણીવાર વિવાદમાં આવતા પૂનમ પાંડેનું લગ્નજીવન ભંગાણની આરે પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે અગાઉ સૈમ અને પૂનમ પાંડે ચર્ચામાં રહી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન પોલીસે એક કેસને કારણે લોકહિત માર્ગદર્શિકા દ્વારા પૂનક અને સૈમને પકડ્યો હતો અને ઠપકો આપ્યો હતો.
પૂનમ પાંડેએ 10 સપ્ટેમ્બરના રોજ તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે લગ્ન કર્યા. પૂનમે સૈમ સાથે પોતાને સ્થાયી કરવાના હેતુથી લગ્ન કર્યા અને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નના ફોટા શેર કર્યા. વળી, બંને એરપોર્ટ પર સાથે મળી આવ્યા હતા, જ્યાં બંને તેમના હનીમૂન માટે ગોવા જઈ રહ્યા હતા. જણાવી દઈએ કે પૂનમ પાંડે તેની હિંમત અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂકે છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
