Not Set/ Bigg Boss 14 / શો ને મળી ગઇ છે પહેલી કંટેસ્ટન્ટ, જાણો શું છે નામ

લોકડાઉન પૂર્ણ થયા બાદ ટીવી ઉદ્યોગ ફરીથી તેના પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરી રહ્યુ છે. કેટલાક ટીવી નિર્માતાઓએ તેમના શો નું શૂટિંગ શરૂ કરી દીધું છે અને કેટલાક નિર્માતાઓ હજી પ્લાનિંગ કરી રહ્યા છે. પ્લાનિંગ કરનાર નિર્માતાઓમાંથી એક કલર્સ ચેનલ છે, જે ટૂંક સમયમાં ‘બિગ બોસ 14‘ પ્રેક્ષકોની સામે રજૂ કરશે. ‘બિગ બોસ 14‘ […]

Uncategorized

લોકડાઉન પૂર્ણ થયા બાદ ટીવી ઉદ્યોગ ફરીથી તેના પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરી રહ્યુ છે. કેટલાક ટીવી નિર્માતાઓએ તેમના શો નું શૂટિંગ શરૂ કરી દીધું છે અને કેટલાક નિર્માતાઓ હજી પ્લાનિંગ કરી રહ્યા છે. પ્લાનિંગ કરનાર નિર્માતાઓમાંથી એક કલર્સ ચેનલ છે, જે ટૂંક સમયમાં બિગ બોસ 14પ્રેક્ષકોની સામે રજૂ કરશે.

બિગ બોસ 14હજી શરૂ થયુ નથી પરંતુ તેના વિશે ઘણા બધા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. વર્ષનાં આ સમયે મોટાભાગનાં શો નાં પ્રોમો રિલીઝ થયા કરતા હતા, જો કે, કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે હજી સુધી કોઈ પ્રોમો વીડિયો બહાર પાડવામાં આવ્યો નથી. વળી બિગ બોસ 14 માટે ઘણા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કરણ કુંદ્રા, નિયા શર્મા, વિવિયન ડીસેના, સુરભી જ્યોતિ, જૈસ્મિન ભસીન અને ઇશ્કમાં મરજાવા પ્રખ્યાત અભિનેત્રી અલીશા પવાર જેવી હસ્તીઓ બહાર આવી રહી છે. જોકે, હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી જૈસ્મિન ભસીને બિગ બોસ 14માટે હા પાડી છે અને તે આ શો ની પહેલી કંટેસ્ટન્ટ બની છે. આ સમાચારની ટ્રેન્ડજ્ઞાનનાં ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા પુષ્ટિ મળી છે.

વળી જો સમાચારની વાત માનીએ તો, બિગ બોસ 14 ની આ ચૌદમી સીઝન સપ્ટેમ્બરમાં શરૂ થશે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. સમાચાર પણ આવી રહ્યા છે કે આ વર્ષે શો ની થીમ જંગલપર આધારીત હશે, જે લોકડાઉનની પરિસ્થિતિથી પ્રેરિત હશે, જો કે, આ ફોર્મેટ પછીથી બદલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.