Not Set/ શા માટે લગાવવો જોઈએ ચાંદલો? આ છે તેના અવનવા ફાયદા !

અત્યારના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે. પૂજા અને ભક્તિનું એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય […]

Uncategorized

અત્યારના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.

પૂજા અને ભક્તિનું એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે.

ભારતીય પરંપરામાં ચંદન એક પવિત્ર ઔષધીય અને ધાર્મિક મહત્વની વસ્તુ છે. પ્રાચીન સમયથી જ અહિયાં ચંદનનો ઉપયોગ ધાર્મિક અને સારવાર માટેની જરૂરિયાતો ની ગણતરીમાં થઇ રહી છે. માથા ઉપર ચંદનનું તિલક લગાવવાની પરંપરા ખુબ જૂની છે. તેની પાછળ નો તર્ક છે કે ચંદનનું તિલક લગાવવાથી એકાગ્રતા વધે છે અને મગજને ઠંડક પહોચાડે છે. પાછળથી તમામ અધ્યયનો થી આ તથ્યોની પુષ્ઠી પણ થઇ છે. માથા ઉપર ચંદન લગાવવાથી માથાના દુખાવાથી છુટકારો મળે છે. તે ઉપરાંત ત્વચા સબંધી તમામ તકલીફો માટે પણ તે રામબાણ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જાણીએ કે ચંદન લગાવવાથી આપણને ક્યા ક્યા લાભ મળી શકે છે.

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે શોળ શ્રૃંગાર મુખ્ય માનવામાં આવ્યાં છે. ચાંદલો પણ તેમાંથી એક છે. જ્યારે કોઈ સ્ત્રી ભારતીય પોશાક પહેરે છે તો ચાંદલો તેના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવી દે છે. હિન્દુ ધર્મમાં તેને સુહારનું પ્રતીક માનવામાં આવે છે. ચાંદલો લગાવવાથી માત્ર સુંદરતા જ નથી વધતી પરંતુ તેને લગાવવાના કેટલાય સ્વાસ્થ્ય લાભ પણ છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ચાંદલો લગાવવાથી થતા કેટલાક આવા જ ફાયદા વિશે…

1. એકાગ્રતા વધે છે
ચાંદલો આજ્ઞા ચક્ર પર લગાવવામાં આવે છે. આજ્ઞા ચક્ર એટલે બંને ભ્રમરની વચ્ચેનો ભાગ. આ ચક્ર આપણાં મનને નિયંત્રિત કરે છે. આપણે જ્યારે પણ ધ્યાન લગાવીએ છીએ ત્યારે આપણું ધ્યાન અહીં કેન્દ્રિત થાય છે. મનને એકાગ્ર કરવા માટે આ ચક્ર પર દબાણ આપવામાં આવે છે એટલે ચાંદલો લગાવવાથી એકાગ્રતા વધે છે.

Image result for તિલક

2. સાઇનસમાં મળે છે લાભ
સાઇનસના દર્દીઓ માટે પણ ચાંદલો લગાવવો ફાયદેમંદ છે, કારણ કે આ ચક્ર પર દબાણથી નાકની નળીનો સીધો સંબંધ હોય છે અને તેના પર દબાણ બનાવવા પર મ્યૂકસ સરળતાથી નીકળી જાય છે.

Image result for તિલક

3. રિંકલ્સ દૂર કરી દે છે
ચાંદલો લગાવવો ત્વચા માટે પણ ફાયદેમંદ છે. આજ્ઞા ચક્રનું મહત્વ ત્વચાને ટાઇટ રાખવા અને રિંકલ્સ દૂર કરવા માટે પણ માનવામાં આવે છે. તેની પર દબાણથી લોહી સંચાર તેજ થાય છે અને ત્વચા લાંબા સમય સુધી ટાઇટ રહે છે તથા રિંકલ્સ નથી પડતા.

4. માથાના દુખાવામાં મળે છે આરામ
ચાંદલો લગાવવા પર માથાના દુખાવાની સમસ્યા ઓછી સતાવે છે. વાસ્તવમાં એક્યુપ્રેશરના સિદ્ધાંતો મુજબ જો તમને માથામાં દુખાવો થઈ રહ્યો હોય તો આ ચક્ર પર માલિશ કરવાથી અથવા દબાણ નાખવાથી નસો અને લોહીની નળીઓ તણાવ મુક્ત થઈ જાય છે અને માથાના દુખાવામાં તરત આરામ મળે છે.

Image result for તિલક

5. આંખો માટે ફાયદેમંદ
ચાંદલો લગાવવો આંખોના સ્વાસ્થ્ય માટે સારો હોય છે. વાસ્તવમાં આજ્ઞા ચક્ર સીધે આંખોની માંસપેશિઓ અને ત્વચા સાથે જોડાય છે, જેનાથી તમારી આંખો ચારેય દિશાઓમાં ફરે છે. આ ચક્ર તમારી આંખોનું તેજ વધારે છે જેનાથી તમે વધુ સ્પષ્ટપણે વસ્તુઓ જોઈ શકો છો.

6. ચહેરાના લકવાથી બચાવે છે
ચાંદલો લગાવવાથી ચહેરા પર લકવો આવવાની શક્યતા ઓછી થઈ જાય છે, કારણ કે કંકુથી ચાંદલો લગાવવા પર આ પોઇન્ટ પર દબાણ પડે છે. આજ્ઞા ચક્ર પર માલિશ કરવાથી બૈલ પેરાલિસિસ એટલે રે ચહેરાના એક ભાગમાં લકવો આવવાથી બચાવે છે. આયુર્વેદના પંચકર્મમાં પણ આ ચક્રનો ઉલ્લેખ મળે છે. પંચકર્મમાં 40થી 60 મિનિટ માટે માથા પર ઔષધીય તેલ આ ચક્ર પર ટપકાવવામાં આવે છે, જેનાથી ચહેરાની નસોને આરામ મળે છે અને બૈલ પેરાલિસિસથી પણ બચી શકાય છે.

Image result for તિલક

7. સાંભળવાની શક્તિને વધારે છે
ચાંદલો લગાવવાથી સાંભળવાની શક્તિ વધે છે. ચહેરાની નસોમાંથી એક નસ કાનની તંત્રિકા સાથે જોડાયેલી હોય છે, જે તમારા સાંભળવાની શક્તિને બહેતર કરે છે એટલે આ ચક્ર પર દબાણ બનાવવાથી તમારી સાંભળવાની શક્તિ વધે છે.

8. ભ્રમરની વચ્ચેની લાઇ ઓછી થઈ જાય છે
મોટાભાગે લોકો પોતાની ભ્રમરની વચ્ચેની લાઇને લઈને પરેશાન રહે છે. જો તમે આ લાઇન્સથી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો દરરોજ અહીં નાની બિંદી લગાવવી જોઈએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.