ભયંકર/ ઉત્તરથી દક્ષિણ સુધી કહેર વરસાવતો કોરોના, સરકારની વધી ચિંતા, જાણો આજે કેટલા ક્યાં કેટલા કેસ નોધાયા

દેશમાં કેરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ઘણી રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુ અને અન્ય કડક પ્રતિબંધ લગાવ્યા હોવા છતાય,  ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની છે

Top Stories

દેશમાં કેરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ઘણી રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુ અને અન્ય કડક પ્રતિબંધ લગાવ્યા હોવા છતાય,  ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની છે. દેશમાં ઘેરાતા કોરોના સંકટ વચ્ચે કેટલાક રાજ્ય સરકારોએ કડક પ્રતિબંધો લગાવ્યા છે, ત્યારે કેટલાક રાજ્યો અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે. કોરોનાને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી વિકટ બની છે. રવિવારે, મુંબઈમાં કોરોનાના 9,989 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ચાલો આપને જણાવીએ કે રવિવારે કયા રાજ્યમાં કેટલા નવા કોરોના કેસ નોંધાયા છે.

A pandemic atlas: How COVID-19 took over the world in 2020 - The Economic  Times

મધ્યપ્રદેશ

રવિવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના 5939 નવા કેસ અને 24 મૃત્યુ થયાં છે. જો કે, આ સમયગાળા દરમિયાન 3,306 લોકો સ્વસ્થ થયા છે. આ પછી મધ્યપ્રદેશમાં કુલ કોરોના કેસ વધીને 3 લાખ 38 હજાર 145 થયો છે. અત્યાર સુધી અહીંયા ઈલાજ કરનારા લોકોની સંખ્યા વધીને 2 લાખ 98 હજાર 645 થઈ ગઈ છે. સક્રિય કેસની સંખ્યા વધીને 35 હજાર 316 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 4, 184 પર પહોંચી ગયો છે.

Corona and conflict – A match made in hell | ORF

ગુજરાત

રવિવારે ગુજરાતમાં કોરોના 5469 નવા કેસ નોંધાયા હતા અને 54 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી ગુજરાતમાં કુલ કોરોના કેસ વધીને 3 લાખ 47 હજાર 495 થયા છે. તેમાંથી 27,568 સક્રિય કેસ છે.

કર્ણાટક

કર્ણાટકમાં 10, 250 નવા કેસ સામે આવ્યા છે. અને 40 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, કર્ણાટકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2638 લોકો સ્વસ્થ થયા છે. આ પછી, કર્ણાટકમાં કુલ કોરોના કેસ વધીને 10 લાખ 65 હજાર 290 થયા. અહીં અત્યાર સુધીમાં 9 લાખ 83 હજાર 157 લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે કર્ણાટકમાં અત્યાર સુધીમાં 12, 889 લોકોએ જીવ ગુમાવ્યો છે.

MPIDR - Demographic Research about the Corona Pandemic: This is what  scientists at MPIDR are investigating

તામિલનાડુ

તમિળનાડુમાં રવિવારે 6,618 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 22 લોકોનાં મોત થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ પછી રાજ્યમાં કોરોના ચેપની કુલ સંખ્યા વધીને 9,33,434 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 8,78,571 લોકોને રજા આપવામાં આવી છે. જો કે, અહીં સુધીમાં 12, 908 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 41 હજાર 955 થઈ ગઈ છે.

Did pandemic start earlier than we think?

દિલ્હી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના ચેપના નવા રેકોર્ડ બહાર આવી રહ્યા છે. કેજરીવાલ સરકારે કોરોના ચેપ અટકાવવા તમામ પગલાં લીધા હોવા છતાં રવિવારે કોરોનાના રેકોર્ડ 10 હજાર 774 નવા કેસ નોંધાયા છે, જ્યારે 48 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દિલ્હીમાં કુલ કોરોના કેસ વધીને 7 લાખ 25 હજાર 197 થઈ ગયા છે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન, 5158 લોકો પણ કોરોનાથી સાજા થયા છે.

 

કેરળ

કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6986 નવા કેસ નોંધાયા છે. અને 16 લોકોના મોત થયા છે. જ્યારે 2358 લોકો આ સમયગાળા દરમિયાન રીકવર થયા છે. હાલમાં કેરળમાં કુલ 44 હજાર 389 સક્રિય કેસ છે. જોકે, રાજ્યના અત્યાર સુધીમાં 11 લાખ 17 હજાર 700 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોરોનાને કારણે અહીં 4 હજાર 783 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Coronavirus Outbreak: Different Stages of a Pandemic You Need to Know About

ચંદીગઢ અને જમ્મુ કાશ્મીર

ચંદીગઢમાં, 402 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 30,743 થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના 915 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જો કે, આ સમયગાળા દરમિયાન 330 લોકો પણ સ્વસ્થ થયા છે.