ગુજરાત/ લોકઅપમાં યુવાનના મોત મામલે પરિવારની અધિકારી સામે પગલાં લેવા માંગ

લોકઅપમાં યુવાનનું મોત થતા પરિવારે ન્યાયની માંગ કરી. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવાનનું મોત થયું હતું. લોકઅપમાં યુવાનનું મોત થતા પોલીસે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

Top Stories Gujarat Others Breaking News

અમરેલી: લોકઅપમાં યુવાનનું મોત થતા પરિવારે ન્યાયની માંગ કરી. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવાનનું મોત થયું હતું. લોકઅપમાં યુવાનનું મોત થતા પોલીસે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. મૃતકની લાશ જૂનાગઢ હોસ્પિટલમાં 4 દિવસથી પડી છે. યુવાનના પરિવારે સંબંધિત અધિકારીઓ સામે FIR નોંધવા માંગ કરી છે. યુવાનના મોત મામલે ન્યાયની માંગણી કરતા પરિવારે કાર્યવાહી ના થાય ત્યાં સુધી લાશ ના સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવાનનું મોત થયું હતું. જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામના યુવાન નરેશભાઈ જીવાભાઈ જોળીયાનું લોકઅપમાં અધિકારી દ્વારા માથું પછાડતા ઘાયલ થયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન યુવક નરેશભાઈનું મોત થયું. સુત્રપાડા પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ નામના યુવાનની એક ફરિયાદના આધારે અટકાયત કરવામાં આવી હતી. યુવાન નરેશ પર સગીરાને ભગાડવાનો આરોપ હતો. સગીરાને ભગાડવાના ગુનામાં પોલીસ નાગેશ્રીના ભટ્ટવદર પંહોચી અને યુવાનની ધરપકડ કરી. ત્યારબાદ યુવાનને નાગેશ્રીના પોલીસકર્મીઓ, પ્રાચી ખાતેના પોલીસકર્મીઓ અને સૂત્રપાડા પોલીસે મારમાર્યો હતો.

સૂત્રપાડા પોલીસ સ્ટેશનમાં યુવાનનું માથું પછાડવામાં આવ્યું. જેમાં તે ગંભીરપણે ઘાયલ થતા સુત્રપાડા,વેરાવળ, જૂનાગઢ, રાજકોટ બાદ અમદાવાદની હોસ્પિટલમાં વારાફરતી ખસેડવામાં આવ્યો હતો. છેલ્લે અમદાવાદની હોસ્પિટલમાં યુવાન નરેશનું મોત થયું. દરમ્યાન પોલીસ તેના પર અત્યાચાર કરી હોવાનો યુવાને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ પરિવારે યુવાનની લાશ સ્વીકારવાની ના પાડી. મૃતકના ભાઈએ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામા નહીં આવે તો પરિવાર સાથે ગીર સોમનાથ SP કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી. સુત્રાપાડા પોલીસ મથકમાં લોકઅપમાં મોત થયા બાદ કોળી સમાજમાં રોષ વધી રહ્યો છે. આજે મૃતક પરિવાર દ્વારા તટસ્થ તપાસ માટે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી