Gujarat Weather/ આગામી દિવસોમાં ગરમીનો વધતો જશે, સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું

હવામાન નિષ્ણાતના મતે, અમદાવાદમાં ગઈકાલે ગરમી 44 ડિગ્રીને પાર કરી ગઈ હતી. સવારે 10 વાગ્યાથી જ ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બપોર સુધીમાં 41 ડિગ્રી થઈ……………….

Gujarat Top Stories Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી આકરી ગરમી પડી રહી છે. શનિવારે સિઝનની સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ નોંધાયો છે. સવારથી જ ગરમીનો પારો ઊંચો જવાથી લોકો બહાર જવાનું ટાળતાં જોવા મળ્યા હતા. ભારત પર સક્રિય એન્ટી સાઈક્લોનિક સિસ્ટમને કારણે બ્લોકિંગ સર્જાતા ઠંડા પવનો રોકાઈ ગયા છે. હજુ 8 દિવસ તાપમાનનો પારો ઊંચો જતો જોવા મળશે.

હવામાન નિષ્ણાતના મતે, અમદાવાદમાં ગઈકાલે ગરમી 44 ડિગ્રીને પાર કરી ગઈ હતી. સવારે 10 વાગ્યાથી જ ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બપોર સુધીમાં 41 ડિગ્રી થઈ ગઈ હતી. જ્યારે રાત્રે તાપમાન 35 થી 30 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. ભારત પર સક્રિય એન્ટી સાઈક્લોનિક સિસ્ટમને કારણે બ્લોકિંગ સર્જાયું છે. જેથી બહારથી આવતા ઠંડા પવનો રોકાઈ ગયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા નહિવત્ છે. હજુ અમદાવાદ શહેરમાં 26 મે સુધી દિવસનું તાપમાન 44 થી 46 ડિગ્રીની વચ્ચે રહેશે અને લઘુત્તમ તાપમાન 53 થી 30ની વચ્ચે રહેવાનું અનુમાન કરાયું છે.

ગરમીના કારણે મે મહિનામાં અત્યાર સુધી ગરમીને લગતાં 4131 કેસો નોંધાયા છે. જ્યારે શહેર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ગરમીના 216 કેસો નોંધાયા છે. અમદાવાદમાં 44.5 ડિગ્રી, ગાંધીનગર 44.5 ડિગ્રી, રાજકોટ 44.5 ડિગ્રી, સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી, વડોદરા 43.2 ડિગ્રી, ભાવનગર 41.8 ડિગ્રી, અમરેલી 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


 

આ પણ વાંચો:ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સટ્રક્શન પર દરોડા

આ પણ વાંચો:જમીનના ખોટા દસ્તાવેજ બનાવી 12 કરોડની ખંડણી માંગનારા 2ની ધરપકડ

આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ