Not Set/ કોરોનાના એક નવા મ્યૂ વેરિઅન્ટે દીધી દસ્તક ! WHO એ કહ્યું- કોલંબિયાંમાં મળેલો આ વેરિઅન્ટ છે સૌથી ખતરનાક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કહ્યું છે કે તે ‘મ્યૂ’ નામના નવા કોરોના વાયરસ વેરિએન્ટ પર નજર રાખી રહ્યું છે. તે જાન્યુઆરીમાં કોલમ્બિયામાં….

Top Stories World
મ્યૂ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે તે ‘મ્યૂ’ નામના નવા કોરોના વાયરસ વેરિએન્ટ પર નજર રાખી રહ્યું છે. તે જાન્યુઆરીમાં કોલમ્બિયામાં પ્રથમ વખત મળી આવ્યો હતો. ‘ મ્યૂ’ વૈજ્ઞાનિક રીતે B.1.621 તરીકે ઓળખાય છે. તેને ‘વેરિએન્ટ ઓફ ઇંટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ માહિતી વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ મંગળવારે તેના સાપ્તાહિક મહામારીના બુલેટિનમાં આપી હતી. WHO એ કહ્યું કે આ વેરિએન્ટમાં પરિવર્તન છે જે કોરોના સામે રસી લીધા પછી પણ શરીર પર હુમલો કરી શકે છે.

આ પણ વાંચો :બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

WHO એ કહ્યું કે વેરિયન્ટમાં મ્યુટેશન છે જે વેક્સિનને બેઅસર કરવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારપૂર્વક કહ્યું કે તેને સારી રીતે સમજવા માટે હજુ વધારે સંશોધનની જરુર છે. Mu વેરિયન્ટમાં મ્યુટેશનનું એક constellation  છે જે વેક્સિનને થાપ આપી શકે છે.

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાના અત્યંત ખતરનાક C.1.2 સ્ટ્રેનને ઓળખી કાઢ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટમાં ઘણા બધા મ્યુટેશનો દેખાયા છે. સૌથી પહેલા દક્ષિણ આફ્રિકી પ્રાંત પુમાલંગામાં મે મહિનામાં આ સ્ટ્રેનની ઓળખ થઈ હતી.

આ પણ વાંચો :વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

અત્યાર સુધીમાં કોરોનાના જેટલા વેરિએન્ટ સામે આવ્યા તેની તુલનામાં C.1.2 વેરિએન્ટમાં સૌથી વધારે મ્યૂટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વેરિએન્ટ લોકો માટે અત્યાર સુધીનો સૌથી ધાતક વેરિએન્ટ સાબિત થઈ શકે છે. કારણકે તેના પર વેક્સિન પણ અસરકારક નથી.

ડેલ્ટા વેરિએન્ટની સાથે, મ્યુ વેરિએન્ટની હાજરી પર પણ નજર રાખવામાં આવશે. ડબ્લ્યુએચઓ હાલમાં ડેલ્ટા વેરિઅન્ટ ઉપરાંત આલ્ફા, બીટા અને ગામાને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ તરીકે સૂચિબદ્ધ કરે છે. મ્યૂ, કપ્પા અને લેમ્બડા ઉપરાંત વેરિએન્ટ  ઓફ ઇંટરેસ્ટ તરીકે નોંધવામાં આવી છે. હાલમાં કોઈ માહિતી નથી કે મ્યૂ અત્યંત ચેપી છે. તેના મુખ્ય પરિવર્તનોમાંથી એક E484K છે, જે તેને બીટા અને ગામા વેરિઅન્ટ જેવા એન્ટિબોડીઝ સામે લડવામાં મદદ કરે છે. તેમાં N501Y પરિવર્તન પણ છે, જે તેને વધુ ચેપી બનાવે છે. તેમાં આલ્ફા વેરિએન્ટ પણ છે.

આ પણ વાંચો :તો શું ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47,092 કેસ

તેને સરળ ભાષામાં સમજવા માટે, SARS-CoV-2 ના આનુવંશિક કોડમાં લગભગ 30 હજાર અક્ષરોના RNA નો સમૂહ હોય છે. જ્યારે વાયરસ માનવ કોષોમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પોતાના જેવા હજારો વાયરસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, ઘણી વખત આવી પ્રક્રિયા દરમિયાન, જૂનાના ડીએનએ નવા વાયરસમાં સંપૂર્ણપણે ‘કોપી’ થતા નથી. આવી સ્થિતિમાં, વાયરસ દર થોડા અઠવાડિયામાં પરિવર્તિત થાય છે. તેનો અર્થ છે કે તેના આનુવંશિક કોડમાં ફેરફાર છે.

29 ઑગસ્ટ સુધીમાં 39  દેશોના ગ્લોબલ ઇનિશિયેટિવ ઑન શૅરિંગ એવિયન ઇન્ફ્લુએન્ઝા ડેટા (જી.આઇ.એસ.એ.આઇ.ડી.)ના ઓપન ડેટાબેઝમાં 4500 સિક્વન્સિઝ ( 3794 B.1.621 અને 856 B.1.621.1) અપલોડ કરવામાં આવ્યા હતા. હાલ વૈશ્વિક સ્તરે ‘મ્યૂ’ વેરિઅન્ટના કેસનું  પ્રમાણ 0.1 ટકા છે, પરંતુ કોલમ્બિયામાં 39 ટકા અને ઇક્વેડોરમાં 13 ટકા છે. મ્યુટેશન્સના સમન્વયથી પેદા થયેલા ‘મ્યૂ’ વેરિઅન્ટમાં રોગપ્રતિકારકતાને તોડવાની ક્ષમતાનો પણ અભ્યાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો :સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાતનું અપહરણ, ઘટનાને લઈ મચ્યો ચકચાર

આ પણ વાંચો :રાજધાની દિલ્હી પાણી-પાણી, ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી