Jammu & Kashmir News: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં વરસાદ (Heavy Rain)ને કારણે રામબનમાં વાદળ ફાટવા (Cloud burst)થી બે ભાઈઓના મોત થયા હતા. રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. સેંકડો વાહનો ફસાયેલા છે.
ગઈકાલે કાશ્મીરની ખીણના કેટલાક ભાગોમાં ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં તોફાની પવનો સાથે કરા પડવાથી સફરજનના બગીચાઓમાં ભારે વિનાશ સર્જાયો હતો. દરમિયાન, ઉનાળાની શરૂઆતમાં થયેલી હિમવર્ષાને કારણે ખીણમાં ઠંડીનું મોર ફરી વળ્યું હતું.

ઠંડીની સ્થિતિ વચ્ચે, શોપિયાના ગણોપોરા, માનલૂ, મુજપથરી, વાથો, શિરમલ અને પોટેરવાલ ગામોના બગીચાના માલિકોએ કરાના તોફાનથી સફરજનના ફૂલો પર અસર થવા અંગે દુઃખ વ્યક્ત કર્યું. “કરાથી સફરજનના ઝાડને નુકસાન થયું અને તેમને ઠંડીનો સામનો કરવો પડ્યો. આ ચિંતાજનક પરિસ્થિતિ છે. તેનાથી સફરજન ઉદ્યોગને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.”
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે પશ્ચિમ હિમાલય ક્ષેત્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ રવિવારે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું હતું. આજે કાશ્મીરનાં કુપવાડા, મુઝફ્ફરાબાદ, બાંદીપોરા, બારામુલ્લા, ગાંદરબલ, કિશ્તવાર, રામબન અને બડગાઉન સહિત અન્ય વિસ્તારોમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ધૂળેટીના દિવસે ચોંકાવનારો બનાવ, 10 મહિલાઓ ફસાઈ લિફ્ટમાં, ફાઈર વિભાગે કરવું પડ્યું રેસ્કયું ઓપરેશન
આ પણ વાંચો:અડાજણમાં લિફ્ટનું કેબલ તૂટતા લિફ્ટ ઓપરેટરનું મોત
આ પણ વાંચો:રાજકોટમાં મહિલાનો પગ લપસતા માલસામાનની લિફ્ટની ગ્રિલમાં ફસાતા મોત
