મુંબઈ,
બોલીવુડ ફિલ્મ નિર્દેશક કરણ જોહર દ્વારા હોસ્ટ TV શો “કોફી વિથ કરણ”માં ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ દ્વારા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે હવે આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
“કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા. જો કે કે એલ રાહુલ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
COAના ચેરમેન વિનોદ રાયે કહ્યું, “અમારા દ્વારા હાર્દિક પંડ્યા અને રાહુલને તેઓની ટિપ્પણી માટે કારણ દર્શક નોટિસ પાઠવી છે. તેઓએ આ અંગે સ્પષ્ટતા માટે ૨૪ કલાકનો સમય આપવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “કોફી વિથ કરણ”માં પોતાની ટિપ્પણી માટે હું તે વ્યક્તિ પાસે માંફી માંગું છું જેઓને હું એ કોઈ પણ પ્રકારનું દુઃખ પહોચાડ્યું છે”.
૨૫ વર્ષીય ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું, “ઈમાનદારીથી કહું તો, હું એ શોની પ્રકૃતિ સાથે ભાવનાઓમાં વહી ગયો હતો. હું કોઈ પણ પ્રકારની ભાવનાઓનો અનાદર કરવા માંગતો ન હતો”.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.