Rain forecast/ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહિસાગર, ભાવનગર…

Top Stories Gujarat
Rain Forecast Gujarat

Rain Forecast Gujarat: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદનો દોર ચાલું છે. અમદાવાદના અસારવા, શાહીબાગ, વેજલપુર, પ્રહલાદનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં હાટકેશ્વર, જીવરાજ પાર્ક, એસજી હાઈવે, મણિનગર, ઘોડાસર, વસ્ત્રોલ, નિકોલ, વેજલુપુરમાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. રબારી કોલોનીમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગાંધીનગર અને અમદાવાદમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો હતો.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 4 કલાક સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ

રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુર સહિત 17 જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડશે. તો આવતીકાલે પણ ડાંગ, તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Weather/ અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ

આ પણ વાંચો: વડોદરા/ વેસ્ટ ઓઇલનો વેપારી ચાલુ ફ્લાઇટમાં દારૂ પીતા ઝડપાયો, કરાઇ અટકાયત

આ પણ વાંચો: રાજકીય/ ભાજપમાં જોડાઈ જાવ, પચાસ કરોડ રૂપિયા આપીશું ; કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનો ઘટસ્ફોટ