Amravati Murder Case/ કોર્ટે આરોપીઓને NIA કસ્ટડીમાં મોકલ્યા, એજન્સીનો દાવો, બધા આતંકવાદી પ્રવૃત્તિઓમાં છે સામેલ

મુંબઈની વિશેષ અદાલતે નૂપુર શર્માને સમર્થન આપનાર અમરાવતીના એક કેમિસ્ટની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા સાત લોકોને 15 જુલાઈ સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કસ્ટડીમાં મોકલી આપ્યા છે

Top Stories India
2 16 કોર્ટે આરોપીઓને NIA કસ્ટડીમાં મોકલ્યા, એજન્સીનો દાવો, બધા આતંકવાદી પ્રવૃત્તિઓમાં છે સામેલ

મુંબઈની વિશેષ અદાલતે નૂપુર શર્માને સમર્થન આપનાર અમરાવતીના એક કેમિસ્ટની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા સાત લોકોને 15 જુલાઈ સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

અગાઉ તમામ આરોપીઓને પૂર્વ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાંથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની 21 જૂનની રાત્રે ઘરે પરત ફરતી વખતે હત્યા કરવામાં આવી હતી.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસે શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના  સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની પયગંબર મુહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપતી પોસ્ટ WhatsApp ગ્રુપમાં શેર કરવા બદલ ઉમેશ કોલ્હેની  હત્યા કરવામાં આવી હતી.

હવે આ કેસની તપાસ NIA દ્વારા લેવામાં આવી છે. એજન્સીએ આરોપીઓને અહીં NIA કેસના વિશેષ ન્યાયાધીશ એકે લાહોટી સમક્ષ રજૂ કર્યા અને તેમની 15 દિવસની કસ્ટડી માંગી. NIAએ કહ્યું કે આરોપીઓ સામે એવા પુરાવા છે કે તેઓ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. જો કે, દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને આઠ દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

નોંધનીય છે કે ઉદયપુર મર્ડર કેસના એક અઠવાડિયા પહેલા ઉમેશ કોલ્હેની અમરાવતીમાં હત્યા કરવામાં આવી હતી. ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના દરજીની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ હત્યાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. કન્હૈયાલાલની હત્યા ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન કરવા બદલ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી હતી. NIA પણ આ મામલે તપાસ કરી રહી છે.