પ્રતિક્રિયા/ આરસીપી સિંહે કહ્યું, ‘PM મોદીની કૃપાથી હું મંત્રી બન્યો’, નીતિશ કુમારની નારાજગીનો પણ આપ્યો જવાબ

એક સમયે બિહારના સીએમ નીતિશ કુમારની નજીક રહેલા JDU નેતા RCP સિંહે કેન્દ્રીય મંત્રી પદ ગુમાવવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું પીએમની કૃપાથી મંત્રી બન્યો છું

Top Stories India
1 77 આરસીપી સિંહે કહ્યું, 'PM મોદીની કૃપાથી હું મંત્રી બન્યો', નીતિશ કુમારની નારાજગીનો પણ આપ્યો જવાબ
એક સમયે બિહારના સીએમ નીતિશ કુમારની નજીક રહેલા JDU નેતા RCP સિંહે કેન્દ્રીય મંત્રી પદ ગુમાવવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું પીએમની કૃપાથી મંત્રી બન્યો છું. હું 2010થી રાજ્યસભાનો સાંસદ છું. નીતીશ કુમાર પ્રત્યેની નારાજગી પર આરસીપી સિંહે કહ્યું કે મારી કોઈની સાથે નારાજગી નથી. પાર્ટી (JDU)ની રચનામાં દરેક વ્યક્તિએ મહત્વની ભૂમિકા ભજવી છે.
આરસીપી સિંહે કહ્યું કે તેમનું માનવું છે કે બિહારના તમામ યુવા મિત્રોને સારું નેતૃત્વ આપવું જોઈએ. બુધવારે ભાજપના નેતાઓ મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભામાં બંનેનો કાર્યકાળ આજે પૂરો થયો. સિંહને રાજ્યસભામાં ન મોકલવાનું કારણ જેડીયુ નેતૃત્વની નારાજગી જણાવવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાનીને પણ લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન દેશ અને લોકોની સેવા કરવા બદલ બંને નેતાઓની પ્રશંસા કરી હતી.