enforcement directorate/ EDનો ચોંકાવનારો ખુલાસો; ટેક્સથી બચવા Vivoએ 62,476 કરોડ રૂપિયા ચીન મોકલ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એવો પણ આરોપ મૂક્યો છે કે Vivo ઈન્ડિયાના કર્મચારીઓએ તેના સર્ચ ઓપરેશન દરમિયાન સહકાર આપ્યો ન હતો અને ડિજિટલ ઉપકરણોને છૂપાવવાનો પ્રયાસ કર્યો…

Top Stories Tech & Auto
Shocking Revelations of ED

Shocking Revelations of ED: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે ચીની સ્માર્ટફોન કંપની Vivoએ ટેક્સ ચોરી કરવા માટે 62,476 કરોડ રૂપિયા ચીન મોકલ્યા હતા. EDએ જણાવ્યું હતું કે Vivo Indiaએ અહીં ટેક્સની જવાબદારી ટાળવા માટે તેના કુલ બિઝનેસના લગભગ 50 ટકા એટલે કે રૂ. 62,476 કરોડ વિદેશમાં મોકલ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે ભારતમાં ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે Vivo ઇન્ડિયાએ તેની આવકનો મોટો હિસ્સો માત્ર ચીનને જ નહીં પરંતુ કેટલાક અન્ય દેશોને પણ મોકલ્યો છે. વિદેશમાં મોકલવામાં આવેલી રકમ રૂ. 62,476 કરોડ છે જે તેના વ્યવસાયનો લગભગ અડધો ભાગ છે.

EDએ જણાવ્યું હતું કે વિવો મોબાઈલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને તેની 23 સંલગ્ન કંપનીઓ વિરુદ્ધ બુધવારે સઘન સર્ચ ઓપરેશન પછી તેમના બેંક ખાતામાં જમા કરાયેલ 465 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 73 લાખ રૂપિયાની રોકડ અને બે કિલો સોનાની લગડી પણ જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે વિવોના ભૂતપૂર્વ ડિરેક્ટર બિન લાઉએ ભારતમાં ઘણી કંપનીઓ બનાવ્યા પછી 2018 માં દેશ છોડી દીધો હતો. હવે તપાસ એજન્સીની નજર આ કંપનીઓની નાણાકીય વિગતો પર છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એવો પણ આરોપ મૂક્યો છે કે Vivo ઈન્ડિયાના કર્મચારીઓએ તેના સર્ચ ઓપરેશન દરમિયાન સહકાર આપ્યો ન હતો અને ડિજિટલ ઉપકરણોને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એજન્સીની સર્ચ ટીમ આ ડિજિટલ માહિતી મેળવવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: Crude Oil Price/ ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે, કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો

આ પણ વાંચો: Varanasi/ વારાણસીમાં PM મોદીનું નિવેદન; શોર્ટકટથી દેશનું ભલું થઈ શકતું નથી

આ પણ વાંચો: Mosquitoes Treatment/ હવે માત્ર મચ્છર જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ઈલાજ કરશે, ICMR-VCRCએ વિકસાવી આ ફોર્મ્યુલા