Not Set/ કાશ્મીર મુદ્દે ટ્રમ્પે ઈમરાનને કારણ વગર તણાવ નહીં વધારવાની આપી સલાહ

જમ્મુ-કાશ્મીર અંગે ભારત દ્વારા લીધેલા નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાન સતત વિશ્વના દેશોને વિનંતી કરી રહ્યું છે અને આ મામલે દખલ માટે કહી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાત્રે વાટાઘાટો કરી હતી. પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો અને ટ્રમ્પ સાથે પ્રાદેશિક મુદ્દાઓની ચર્ચા કરી […]

Top Stories World
aaaamm 3 કાશ્મીર મુદ્દે ટ્રમ્પે ઈમરાનને કારણ વગર તણાવ નહીં વધારવાની આપી સલાહ

જમ્મુ-કાશ્મીર અંગે ભારત દ્વારા લીધેલા નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાન સતત વિશ્વના દેશોને વિનંતી કરી રહ્યું છે અને આ મામલે દખલ માટે કહી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાત્રે વાટાઘાટો કરી હતી. પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો અને ટ્રમ્પ સાથે પ્રાદેશિક મુદ્દાઓની ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને આતંકવાદનો માર્ગ છોડવો જ જોઇએ. વિશેષ વાત એ છે કે પીએમ મોદીના આહવાન બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદીએ શું કહ્યું?

સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી, 30 મિનિટની વાતચીતમાં બંને નેતાઓ વચ્ચે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત થઈ હતી. પીએમ મોદીએ આ દરમિયાન પ્રાદેશિક શાંતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાને કહ્યું કે ‘કેટલાક નેતાઓ દ્વારા’ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન પ્રાદેશિક શાંતિ માટે ફાયદાકારક નથી.

એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તેમણે આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણ બનાવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે આવા વાતાવરણમાં સરહદ પાર આતંકવાદ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવાનો સમાચાર સામે આવતાની સાથે જ ઇમરાન ખાને પણ ટ્રમ્પ સાથે વાત કરી. ઇમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત દરમિયાન પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, ટ્રમ્પે ઈમરાનને ભારત સાથેના સંબંધોમાં શાંતિ જાળવવા જણાવ્યું હતું.

આ સાથે, અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાની વડાપ્રધાન સાથે કોઈ પણ પ્રકારની કાર્યવાહી, આક્રમક વલણથી પોતાને દૂર રાખવાની વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇમરાન ખાનને સલાહ આપી હતી અને અપમાનજનક નિવેદનો ટાળવા માટે શાંતિ જાળવવા કહ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી જણાવ્યુ….

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે ‘મેં મારા બંને સારા મિત્રો વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વ્યાપાર, રાજકીય ભાગીદારી અને સૌથી મહત્વના કાશ્મીરમાં ઉદ્ભવી રહેલા તણાવગ્રસ્ત વાતાવરણ મુદ્દે વાતચીત કરી છે.’ તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, પરિસ્થિતિ થોડી ‘અઘરી’ છે પરંતુ જે પણ થયું છે તે સારું થયું છે. વાતચીત દરમિયાન ટ્રમ્પે ઈમરાન ખાનને જમ્મુ-કાશ્મીર મામલા પર ભારત વિરુદ્ધ થઈ રહેલા નિવેદનો પર સંયમ રાખવાની સલાહ આપી છે. તેમજ તેમણે કાશ્મીર મામલે બંને દેશોને તણાવ ઘટાડવા માટે આગ્રહ કર્યો છે.

આપને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જમ્મુ-કાશ્મીર મુદ્દામાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, પરંતુ ભારતે કોઈ પણ દખલને નકારી હતી. જો કે, બાદમાં અમેરિકાએ તેને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સતત પરેશાનછે અને ઘણા દેશોની મદદ માંગે છે. પરંતુ દરેક જગ્યાએ તે હતાશાની લાગણી અનુભવી રહ્યો છે, તેથી જ તે વારંવાર અમેરિકા કે ચીનની આશ્રયસ્થાનમાં પહોંચી રહ્યો છે. પાકિસ્તાને આ પહેલા ભારત સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે, સમજોતા એક્સપ્રેસ બંધ થઈ ગઈ છે, બસ સેવા પણ બંધ થઈ ગઈ છે. એટલુ જ નહીં, પાકિસ્તાન એટલો ગુસ્સે છે કે ભારતીય ફિલ્મ્સ, જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.