Gujarat election 2022/ અમિત શાહનું મિશન સૌરાષ્ટ્રઃ ગયા વખતનું ગાબડું પૂરીને બમણું વળતર મેળવવા ઇચ્છુક ભાજપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ગયા વખતે સૌરાષ્ટ્રમાં પડેલું નુકસાન સરભર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કમર  કસી છે. અમિત શાહ ભાજપના સૌરાષ્ટ્ર મિશન 2022 માટે સૌરાષ્ટ્રમાં બરોબરનો દમ મારશે અને ઝંઝાવાતી પ્રચાર કરશે.

Top Stories Gujarat
Amit shah 4 અમિત શાહનું મિશન સૌરાષ્ટ્રઃ ગયા વખતનું ગાબડું પૂરીને બમણું વળતર મેળવવા ઇચ્છુક ભાજપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ગયા વખતે સૌરાષ્ટ્રમાં પડેલું નુકસાન સરભર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કમર  કસી છે. અમિત શાહ ભાજપના સૌરાષ્ટ્ર મિશન 2022 માટે સૌરાષ્ટ્રમાં બરોબરનો દમ મારશે અને ઝંઝાવાતી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર કર્યા પછી અમિત શાહ આજે સૌરાષ્ટ્રમાં વિદ્યુતવેગી પ્રચાર કરવાના છે. અમિત શાહ ગયા વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પડેલું ગાબડુ ફક્ત પૂરવા જ માંગતા નથી, પણ બમણુ વળતર મેળવવા માંગે છે. તેના લીધે તેઓ પૂરેપૂરી તાકાતથી આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આજે અમિત શાહ અમરેલીના જાફરાબાદમાં GHCL ગ્રાઉન્ડ ખાતે જંગી સભા સંબોધશે. અમિત શાહ 5 વિધાનસભા બેઠકના મતદારોને ભાજપ તરફી કરવાનો પ્રયાસ કરશે. આ સભામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, પીપાવાવના લોકો ઉપસ્થિત રહેશે. આ સિવાય ભાવનગર જિલ્લામાં તળાજા અને મહુવામાં બે સભાઓ સંબોધશે. તો વડોદરા અને અમદાવાદના AMC પાર્કિંગ પ્લોટમાં પણ તેઓ સભા ગજવશે.

તો બીજી તરફ અમિત શાહની મુલાકાતને લઇ તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસ બંદોબસ્ત પણ સઘન બનાવાયો છે. મહત્વનું છે કે 2017માં અમરેલીની પાંચ બેઠકો પર ભાજપને ફટકો પડ્યો હતો. અનામત આંદોલનને કારણે પાંચેય બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી, ત્યારે આ વખતે અમરેલી જિલ્લામાં મતદારોને રીઝવવા ભાજપે કેન્દ્રીય નેતાઓની ફોજ મોકલી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અહીં પ્રચાર કરી ચૂક્યા છે.