Not Set/ બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

મુંબઈ, આજની તારીખ શાહરૂખ ખાન માટે ખાસ છે. બોલીવૂડમાં શાહરૂખના 25 વર્ષ થવા પર નેટીઝન્સ જશ્ન મનાવી રહ્યા છે. આજના દિવસે 26 વર્ષ પહેલા શાહરુખની ફિલ્મ દીવાના રિલીઝ થઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન ઋષિ કપૂર પછી બીજી લીડ ભૂમિકામાં હતા. ફિલ્મ રિલીઝ થતા જ શાહરૂખ હીરો બની ચુક્યા હતા. આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને બેસ્ટ […]

Top Stories Entertainment
Shahrukh Khan Vogue India October 2017 Cover star બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

મુંબઈ,

આજની તારીખ શાહરૂખ ખાન માટે ખાસ છે. બોલીવૂડમાં શાહરૂખના 25 વર્ષ થવા પર નેટીઝન્સ જશ્ન મનાવી રહ્યા છે. આજના દિવસે 26 વર્ષ પહેલા શાહરુખની ફિલ્મ દીવાના રિલીઝ થઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન ઋષિ કપૂર પછી બીજી લીડ ભૂમિકામાં હતા.

46043 બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

ફિલ્મ રિલીઝ થતા જ શાહરૂખ હીરો બની ચુક્યા હતા. આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને બેસ્ટ ડેબ્યુ અને દિવ્યા ભારતીને લક્સ ફ્રેશ ફેસ ઓફ ધ યરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ બોક્ષ ઓફીસ પર સુપરહીટ રહી હતી.

Shahrukh Khan બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

મહત્વનું છે કે દીવાના પહેલા શાહરૂખ ખાને ફિલ્મ દિલ આશના હૈ સાઈન કારી લીધી હતી, જોકે, ફિલ્મ દીવાના પહેલા રિલીઝ થઇ હતી.

shahrukh khan in goggles wide બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

ફિલ્મ દીવાના વિશે એક વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મ માટે અભિનેતા અરમાન કોહલીએ અડધું શૂટિંગ ખતમ કરી લીધું હતું. પરંતુ ત્યાર બાદ શાહરૂખે અરમાનની જગ્યા લઈને આ ફિલ્મમાં સેકંડ લીડ રોલ નિભાવ્યો હતો.

SRK 1 બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

બોલીવૂડના બાદશાહ, કિંગ ઓફ રોમાંસ વગેરે નામથી મશહૂર શાહરૂખે કેટલાક નકારાત્મક કિરદાર પણ નિભાવ્યા હતા. ફિલ્મ બાઝીગર, ડર, અંજામમાં નીભાવેલી નકારાત્મક ભૂમિકાઓ માટે શાહરુખને દર્શકો તેમજ વિવેચકોની પણ સરાહના મળી હતી.

devdas 1 બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

વર્ષ 1995માં રિલીઝ થયેલી શાહરુખની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, 1998માં આવેલી કુછ કુછ હોતા હૈ, 2000માં આવેલી મોહબ્બત્તે, 2002ની દેવદાસને શાહરુખની સૌથી સફળ ફિલ્મોમાં ગણવામાં આવે છે.

SHAHRULH બોલીવૂડમાં શાહરુખના 26 વર્ષ: આજના દિવસે બોલીવૂડને મળ્યો હતો બાદશાહ

દર્શકોને હવે શાહરુખની આગામી ફિલ્મ ઝીરોની રાહ જોઈ રહ્યા છે.