વિસ્ફોટ/ અફઘાનિસ્તાનના કાબુલમાં રોકેટથી હુમલો એક બાળકીનું મોત અને 3 ઇજાગ્રસ્ત

આ પહેલા કાીબુલમાં થયેલા વિસ્ફોટમાં અમેરિકાના 13 સૈનિકો પણ માર્યા ગયા હતા અને અનેક અફઘાનિસ્તાની નાગરિકોનાં મોત થયાં હતા

Top Stories
bomb kabul અફઘાનિસ્તાનના કાબુલમાં રોકેટથી હુમલો એક બાળકીનું મોત અને 3 ઇજાગ્રસ્ત

કાબુલમાં ફરી એકવાર વિસ્ફોટ થતાં અફધાનિસ્તાનમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે આ વિસ્ફોટ કાબુલના એરપોર્ટ પાસે થયો છે અને લોકોમાં ભારે દહેશતમાં જોવા મળી રહી છે, આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો ,કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમેરિકાએ પહેલાથી જ બ્લાસ્ટ અંગેની ચેતવણી આપી હતી .

આ પહેલા પણ કાબુલ એરપોર્ટ પર સીરિયલ બ્લાસ્ટ થયાં હતા તેમાં 13 અમેરિકા સૈનિકો સહિત 160 થી વધુ લોકોના મોત થયાં હતા અને લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સત્વરે હોસ્પિટલમાં ખસેડવાની ક્વાયત કરવામાં આવી હતી .ચાર સીરિયલ બ્લાસ્ટ થયા હતા ફરીવાર આજે બ્લાસ્ટ થયો છે.