ICC T20 World Cup 2022/ વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ રને હરાવતું ભારત

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પૂર્વેની પહેલી વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું છે. હર્ષલ પટેલ અને શમીએ નાખેલી છેલ્લી બે ઓવરે એક સમયે નિશ્ચિત લાગતો ઓસ્ટ્રેલિયાનો વિજય પલ્ટી નાખ્યો હતો.

Top Stories Sports
India Winning વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ રને હરાવતું ભારત
  • ભારતના 6 વિકેટે રન સામે ઓસ્ટ્રેલિયા 180 રનમાં ઓલઆઉટ
  • શમીની અંતિમ ઓવરમાં 4 વિકેટ પડી, હર્ષલ પટેલની ચુસ્ત બોલિંગ
  • કેપ્ટન ફિન્ચની 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 76 રનની ઇનિંગ એળે ગઈ
  • ભારત તરફથી રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રન કર્યા

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પૂર્વેની પહેલી વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું છે. હર્ષલ પટેલ અને શમીએ નાખેલી છેલ્લી બે ઓવરે એક સમયે નિશ્ચિત લાગતો ઓસ્ટ્રેલિયાનો વિજય પલ્ટી નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલા 187 રનના લક્ષ્યાંક સામે એક સમયે 18 ઓવરમાં 4 વિકેટે 171 રન કર્યા હતા ત્યારે લાગતું હતું કે તે સરળતાથી જીતી જશે.

પણ શમીએ અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપતા અને કુલ ચાર જણા આઉટ થતાં ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો. તેને અંતિમ ઓવરમાં 11 રન જોઇતા હતા. આ ઉપરાંત હર્ષલ પટેલે નાખેલી 19મી ઓવરમાં ફક્ત પાંચ રન આપીને બે વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયા પર દબાણ વધ્યુ હતુ. આ વધેલા દબાણ હેઠળ ઓસ્ટ્રેલિયા અંતિમ ઓવરમાં પરાસ્ત થઈ ગયું હતું.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે 187 રનનું લક્ષ્યાંક રાખ્યું હતું. કેપ્ટન એરોન ફ્રિંચે 79 રનની ઈનિંગ રમવા છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય બોલરો સામે 180 રનમાં સમેટાઈ ગઈ. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં માત્ર 4 રન આપીને ત્રણ વિકેટ ખેરવી નાંખતાં ભારતીય ટીમનો વિજય થયો હતો. અગાઉ ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. મિચેલ માર્શ 18 બોલમાં 4 ચોક્કા અને 2 છક્કાની મદદથી 35 રન બનાવ્યા હતા. જેને ભુવનેશ્વરે પેવેલિયન ભેગો કર્યો.

મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં ચુસ્ત બોલિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટો ખરી ગઈ હતી. શમીના પહેલા બે બોલ પર 2-2 રન લીધા બાદ છેલ્લા 4 બોલમાં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટ પડી હતી. ત્રીજા બોલે પેટ કમિન્સન આઉટ થયો હતો. જે પછી ચોથા બોલ પર એશ્ટન અસગર રન આઉટ થયો હતો. પાંચમા બોલ પર જોશ ઈંગ્લિશ આઉટ થયો હતો અને છેલ્લા બોલ પર કેન રિચર્ડસન આઉટ થયો હતો. મોહમ્મદ શમીની છેલ્લી ઓવરમાં છેલ્લા 4 બોલમાં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટો પડી ગઈ હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેએલ રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવની 50 રનની શાનદાર ઇનિંગ્સના આધારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને 30 રનમાં ચાર વિકેટ લીધી હતી. તે જ સમયે, મિશેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ અને એશ્ટન અગરને એક-એક વિકેટ મળી હતી.

સૂર્યકુમાર યાદવ હાલમાં ટીમ ઈન્ડિયાના T20ના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણાય છે. તે T20 રેન્કિંગમાં ભારત માટે ટોચનો ખેલાડી પણ છે. તેણે સોમવારે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ 50 રન બનાવ્યા. આ પહેલા તેને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વોર્મ-અપ મેચમાં પણ તક મળતા 52 રન બનાવ્યા હતા. એટલે કે ઓસ્ટ્રેલિયામાં પણ તેની શાનદાર રમત જાળવી રાખી છે.