જુહાપુરાના અંબર ટાવર પાસે આવેલા અકીરા હાઈટર્સમાં વર્ષ 2017 દરમિયાન દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આરોપી હુસેન અલી સાટીએ એક યુવતીની જોડે તેની ઈચ્છા વિરુધ્ધ અને બળજબરીથી દુષ્કર્મ આંચર્યું હતું. જે મામલામાં મીરજાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીને દુષ્કર્મના ગુનામાં દોષિત માનીને સાત વર્ષની સજા ફટકારી હતી.
કેસની વિગત વાર ચર્ચા કરીએ તો, જુહાપુરા વિસ્તારમાં રહેતો આરોપી હુસેન અલી સાટીએ એક યુવતી પર ખોટી નજર બગાડી હતી. અને જુહાપુરાના અંબર ટાવર પાસે આવેલા અકીરા હાઈટર્સમાં આરોપીએ યુવતી પર દુષ્કર્મ આંચરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અને જે અંગેની પોલીસ ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.અને તેને કોર્ટ સમક્ષ રજુ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે આ કેસ મીરજાપુર ગ્રામ્ય કોર્ટના જજ ડી.પી.ગોહિલની કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષ તરફથી રજૂ થયેલા સરકારી વકીલ તારાબા ચુડાસમાએ પોતાની તરફથી ધારધાર દલીલો કરી હતી. તેમજ આ મામલાને લઈને કોર્ટમાં 19 દસ્તાવેજી પુરાવા અને 16 સાક્ષીઓની જુબાની રજૂ કરાઈ હતી. અને જેના આધારે મીરજાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીને દોષિત માનીને 7 વર્ષની સજા ફટકારી હતી.